તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
ઓએમજી......લાખનો દાગીના ભરેલ થેલી મહિલાએ ભૂલથી ફેંકી દીધી કચરાપેટિમાં
થોડા દિવસ પછી મહિલાએ ઘરમાં થેલી શોધતા ન મળી:પોલીસમાંથી આવ્યો થોડા સમય પછી ફોન:ફરિયાદ ન કરવા છતાં પણ પોલીસે કરી મદદ

નવી દિલ્હી: દુબઈનો એક જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા સફાઈ કામ કરતી વખતે લાખોના દાગીના ભરેલી થેલી ભૂલથી કચરાપેટીમાં ફેંકી દે છે. આ અંગે તેને ખ્યાલ રહેતો નથી. જોકે, થોડા દિવસ પછી મહિલાએ ઘરમાં થેલી તપાસતા મળી ન હતી. આ પછી મહિલા સોનું મળશે તેની આશા પણ ખોઈ બેઠી હતી. જોકે, એક દિવસે પોલીસમાંથી ફોન આવે છે અને તેમને સોનું ભરેલી થેલી મળે છે. સમગ્ર મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી, તેમ છતાં પણ તેને સ્થાનિક સફાઈકર્મીની ઈમાનદારીના કારણે તેની કિંમતી વસ્તુ પરત મળે છે. ઘટના એમ છે કે, આશરે 23 વર્ષ સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં રહીને ભારત પરત ફરેલી કામિની કાનન એક લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. જ્યાં કામિનીએ સોનામાં ઈનવેસ્ટ કર્યું હતું. ઘણા સમય બાદ દુબઈ ગયા બાદ કામિનીએ ગોલ્ડ લીધું હતું.
આ પછી, કામિનીએ 12 લાખની કિંમતનું 22 કેરેટ સોનું એક થેલીમાં રાખીને ઘરમાં મૂકે છે. જેમાં સફાઈ કામ કરતી વખતે કામિનીએ સોનું ભરેલી થેલી કચરાપેટીમાં ફેંકી દે છે. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ કામિનીને તેમનું સોનું પરત મળે છે.
તમને જણાવી દઈએ કે, સોનું રાખેલી થેલી એક સફાઈકર્મીને મળી હતી. આ પછી સફાઈકર્મી સોનાની થેલીને લઈને પોલીસ પાસે ગયો હતો. જેમાં પોલીસ પૂછપરછ અને તપાસમાં કચરો કઈ બિલ્ડિંગથી લેવામાં આવ્યો સહિતની માહિતી મેળવતા મૂળ માલિક કોણ છે તેનો ખ્યાલ આવ્યો હતો. જેને લઈને કામિનીના પુત્ર અભિમન્યુને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવીને સોનું ચકાસ્યા બાદ પરત કરવામાં આવે છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
