તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 9th February 2026
ઈલોન મસ્કે પોતાના પ્લાનમાં કર્યો બદલાવ
મંગળ પહેલા ચંદ્ર પર વસાવશે શહેર:ડેડલાઈન કરી જાહેર:ચંદ્ર પર વસાહત ઊભી કરવાનું લક્ષ્ય 10 વર્ષમાં પૂરું કરી શકાય તેમ છે

નવી દિલ્હી: જેફ બેઝોસને પાછળ છોડી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનેલા ઇલોન મસ્ક હવે અંતરિક્ષ વિજ્ઞાનમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. મસ્કની કંપની સ્પેસએક્સ(SpaceX)એ તેના 'માર્સ મિશન' પહેલા હવે ચંદ્ર પર માનવ વસવાટ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેની ડેડલાઇન પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે ચંદ્ર પર વસાહત ઊભી કરવાનું લક્ષ્ય 10 વર્ષમાં પૂરું કરી શકાય તેમ છે. આ સાથે ઇલોન મસ્કની કંપની માર્ચ 2027 સુધીમાં ચંદ્ર પર એક અનક્રૂડ લેન્ડિંગનું લક્ષ્ય ધરાવે છે. ઇલોન મસ્કે 'X' (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે પૃથ્વીથી ચંદ્રનું અંતર ઓછું હોવાથી ત્યાં બેઝ બનાવવો વધુ સરળ અને ઝડપી રહેશે. ચંદ્ર પર પહોંચતા માત્ર 3 દિવસ લાગે છે, જ્યારે મંગળ સુધી પહોંચવામાં 6થી 9 મહિનાનો સમય લાગે છે. ચંદ્ર પર બરફ મળવાની સંભાવના છે, જેમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન (ઇંધણ) મેળવી શકાશે. આ ઉપરાંત, ચંદ્રના સાઉથ પોલ પર સૌર ઊર્જા મેળવવી પણ સરળ છે.
મસ્કની યોજના મુજબ, શરુઆતમાં 'સ્ટારશિપ' રોકેટનો જ રહેણાંક (Habitat) તરીકે ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ કાર્ગો મિશન દ્વારા સામગ્રી પહોંચાડીને 3D પ્રિન્ટિંગ અને રોબોટ્સની મદદથી બેઝનો વિસ્તાર કરવામાં આવશે. આ શહેર 'સેલ્ફ-સસ્ટેનિંગ' હશે, એટલે કે તે પોતાની જરૂરિયાતો જાતે જ પૂરી કરશે. મંગળની તુલનામાં ચંદ્ર પર રેડિયેશન અને ડસ્ટ સ્ટોર્મ જેવી પડકારો ઓછા હોવાથી આ પ્રોજેક્ટ વધુ સફળ રહેવાની આશા છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
