તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એક્સ-ગર્લફ્રેન્ડ/ બોયફ્રેન્ડનો બદલો કોક્રોચ સાથે લો

લંડન,તા.૧૦: પોલેન્ડમાં એક ઝૂએ વેલેન્ટાઇન્સ ડે પર અનોખી ઑફર બહાર પાડી છે. વેલેન્ટાઇન્સ ડે આમ તો પ્રેમનો દિવસ કહેવાય છે, પરંતુ આ દિવસે અનેક લોકોનો પ્રેમભંગ પણ થતો હોય છે. કેટલાય લોકોનું દિલ તૂટેલું હોય છે જે તેમને આ પ્રેમના દિવસે ખૂબ પીડા આપે છે. જો તમે પણ બ્રેકઅપ અને દગાને કારણે પીડા અનુભવતા હો તો આ ઝૂમાં તમારા દિલના જખમને શાતા મળે એવું કામ કરી શકાય છે. આ ઝૂમાં તમે કોક્રોચ ખરીદી શકો છો. પ્રેમમાં દગો આપનારા પાર્ટનર પ્રત્યે જો તમારા મનમાં કોઈ ભડાસ રહી ગઈ હોય તો કોક્રોચને એનું નામ આપો અને પછી કોક્રોચ સાથે જ બદલો લઈ લો. એ કોક્રોચને તમારા જ હાથે કોઈ પ્રાણીને ખવડાવી દો. આનાથી તમારા ચહેરા પર થોડીક મુસ્કાન તો જરૂર આવશે. પોલેન્ડના ઓરિએન્ટેરિયમ ઝૂએ પહેલી વાર ૨૦૨૩માં આ કેમ્પેન શરૂ કરેલું. એ વખતે અનેક પ્રેમભગ્ન લોકોએ એમાં હિસ્સો લીધો હતો. આ વર્ષે ફરીથી વેલેન્ટાઇન્સ નિમિત્તે આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
