તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
દુનિયાનો સૌથી લાંબો જંગલી અજગર મળ્યો
લંબાઇ ૨૩.૬ ફુટઅજગર જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે ૭.૯ મીટર સુધી લાંબો થઈ શકે એમ હતો

જાકાર્તા, તા.૧૨: ઇન્ડાનેશિયાનું સુલાવેસી વિશાળકાય અજગરો માટે જાણીતું છે. અહીં દરેક ઘરની આસપાસ નાનાપ્રમોટા અજગરો ફરતા જોવા મળી જાય એ સામાન્ય દૃશ્ય છે. જોકે તાજેતરમાં અહીંથી મળી આવેલા એક અજગરે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ અજગરની લંબાઈ ૭.૨૨ મીટર એટલે કે ૨૩.૬ ફુટની છે. જંગલમાંથી મળી આવેલો આ અજગર રેટિકયુલેટેડ પાયથન છે જેની લંબાઈએ પાછલા તમામ રેકૉર્ડ્સ તોડી નાખ્યા છે. એની મોઢાથી લઈને પૂંછડી સુધીની લંબાઈ ૨૩.૬ ફુટની છે. જંગલ ખાતાના અધિકારીઓએ આ અજગરનું નામ પાડ્યું છે ઇબુ બૅરન. એની લંબાઈ એક ફુટબૉલ ગોલપોસ્ટથી પણ વધુ છે. ભૂખ્યા પેટે આ અજગરભાઈનું વજન ૯૬.૫ કિલો છે અને શિકાર કર્યા પછી એનું વજન પાંચથી ૭ કિલો જેટલું વધી જાય છે. આ સાપની લંબાઈ અને વજન માપવા માટે પહેલાં એને બેહાશ કરવામાં આવ્યો હતો. ઍનેસ્થેસિયા આપવાને કારણે એના શરીરની લંબાઈ થોડીક સંકોચાઈ ગઈ હતી. અજગર જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે ૭.૯ મીટર સુધી લાંબો થઈ શકે એમ હતો.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
