તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખે કર્યો અમેરિકન રાજનીતિના ઘટતા સ્તર પર શાબ્દિક હુમલો
ઓબામાએ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાજનીતિને 'જોકરોનો શૉ' ગણાવ્યો હોવાની માહિતી:વ્હાઈટ હાઉસમાં તાજેતરના નિવેદન મોટાભાગે અમેરિકનને પરેશાન કરવામાં આવ્યા છે

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વર્તમાન ટ્રમ્પ સરકારમાં અમેરિકન રાજનીતિના ઘટતાં સ્તરને શાબ્દિક હુમલો કર્યો છે. ઓબામાએ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાજનીતિને 'જોકરોનો શૉ' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'વ્હાઈટ હાઉસમાં તાજેતરના નિવેદન મોટાભાગે અમેરિકનને પરેશાન કરવામાં આવ્યા છે.'
બ્રાયન ટાયલર કોહેનના 'નો લાઈ' પોડકાસ્ટ પર વાતચીત કરતી વખતે ઓબામાએ પૂર્વ પ્રથમ મહિલા મિલેશ ઓબામા અને તેઓને આપત્તિજનક રીતે બતાવવામાં આવેલા વીડિયો વિશે વાત કરી હતી. આ મુદ્દે ટ્રમ્પ દ્વારા માફી ન માંગવા અને કર્મચારીની ભૂલ ગણાવી હતી. આ મામલે ઓબામાએ કહ્યું કે, 'મોટાભાગના અમેરિકાના લોકો આ વ્યવહારને વધુ હેરાન કરનારો માને છે.'
શાણપણ અને મર્યાદા ઘટી રહી છે, ત્યારે ઓબામાએ ઇન્ટરનેટ અને ટેલિવિઝન પર વર્તમાન રાજકારણને સર્કસ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, 'એક પ્રકારનો 'જોકરોનો શૉ' ચાલી રહ્યો છે. સત્ય એ છે કે, જેઓ એક સમયે માનતા હતા કે પદ માટે શિષ્ટાચાર, મર્યાદા અને આદર હોવો જોઈએ, તેમનામાં હવે કોઈ શરમ રહી નથી. તે ખોવાઈ ગયું છે.'
જ્યારે કોહેને 'સંવાદનું પતન' અને ઇમિગ્રેશન ઝુંબેશ દરમિયાન નાગરિકોના મોતને 'ઘરેલુ આતંકવાદી' કહેવાનો સવાલ ઉઠાવ્યો ત્યારે ઓબામા આ મુદ્દાને ધ્યાન ભટકાવવાની રાજનીતિ ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'મોટાભાગના લોકો સરળતા અને દયાભાવમાં વિશ્વાસ રાખે છે.'
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
