તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 17th February 2026
કુકિંગ સ્પ્રેને કારણે બીમાર થયેલી વ્યક્તિને મળ્યું ૨૨૬ કરોડ રૂપિયાનું વળતર

લોસ એન્જલસ,તા.૧૭: અમેરિકાના લોસ એન્જલસમાં ચોથી ફેબ્રુઆરીએ એક કોર્ટે કુકિંગ સ્પ્રેના કારણે બીમાર પડેલા રોલેન્ડ એસ્પાર્ઝા નામના માણસને ૨૨૬ કરોડ રૂપિયાનું વળતર આપ્યું હતું. રોલેન્ડ એસ્પાર્ઝાએ ૨૦૨૦માં પામ કુકિગ સ્પ્રે બનાવનારી કંપની કોનગ્રા બ્રેન્ડ સામે કેસ કર્યો હતો. તે એક રેસ્ટોરાંમાં કામ કરે છે અને ૧૯૯૦થી લગાતાર એક જ કંપનીનું કુકિંગ સ્પ્રે યુઝ કરતો હતો. રોલેન્ડે આરોપ મૂક્યો હતો કે આ કંપની કુકિગ સ્પ્રે બનાવવામાં ખતરનાક કેમિકલ યુઝ કરતી હતી, કેમ કે એ સ્પ્રેના કારણે તેનાં ફેફસાંમાં પોપકોર્ન લંગ નામની બીમારી થઈ હતી. આ સ્પ્રે ગરમ થવાથી એના કણો સતત ફેફસાંમાં જવાથી આ સમસ્યા થઈ હતી. પોપકોર્ન લંગ નામની બીમારીમાં શ્વાસનળીમાં નુકસાન થાય છે જેને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. કુકિંગ સ્પ્રેમાં ડાયસેટિલ નામનું કેમિકલ હતું જેનો ઉપયોગ પોપકોર્ન, બેકરી પ્રોડક્ટ્સ, કેન્ડી અને કેટલીક ઈ-સિગારેટમાં ફલેવર વધારવા માટે કરવામાં આવે છે. રોલેન્ડ પાંચ વર્ષથી કંપની વિરુદ્ધ કેસ લડી રહ્યો હતો. આખરે ગયા અઠવાડિયે તેની ફેવરમાં ચુકાદો આવ્યો અને તેલ-કંપનીને ૨૨૬ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થયો હતો.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
