તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
ઓએમજી...... એઆઇતો દિવસે ને દિવસે કમાલ કરતું જાય છે
નવી ડિવાઇસ માત્ર 30મિનિટમાં કેન્સરને શોધી કાઢશે:વિપ્રોના સંધ્યા અરુણે AI દ્વારા ચાલતી MRI મશીન રજૂ કરતાં જણાવ્યું કે આ મશીન ખૂબ ઝડપથી કેન્સર શોધી કાઢે છે અને સારવારને ઝડપી, ચોક્કસ અને સસ્તી બનાવે છે

નવી દિલ્હી: નવી દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહેલા AI સમિટ 2026માં એક કમાલની નવી ડિવાઇસ રજૂ કરવામાં આવી છે. આ ડિવાઇસ એવો દાવો કરે છે કે તેના દ્વારા માત્ર 30 મિનિટમાં કેન્સરને શોધી કાઢવામાં આવશે. વિપ્રોના સંધ્યા અરુણે AI દ્વારા ચાલતી MRI મશીન રજૂ કરતાં જણાવ્યું કે આ મશીન ખૂબ ઝડપથી કેન્સર શોધી કાઢે છે અને સારવારને ઝડપી, ચોક્કસ અને સસ્તી બનાવે છે. હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ ઝડપથી દેખાઈ રહ્યો છે. આથી જ દિલ્હી ખાતે ભારત મંડપમમાં ચાલી રહેલા AI સમિટમાં આ MRI મશીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ નવી AI ડિવાઇસ પેટ સંબંધિત બીમારીઓ અને ખાસ કરીને કેન્સરને ખૂબ જ સરળતાથી અને સમયસર શોધી શકે છે. આ મશીન દ્વારા દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચતા પહેલાં સારવાર મળી શકે. ઘણી વાર એવું થાય છે કે છેલ્લા સ્ટેજ સુધી વ્યક્તિને ખબર જ નથી પડતી. તેમ જ એવું પણ બને છે કે કેન્સર જલદી પકડાતું નથી. આથી આવા કેસમાં આ મશીન ખૂબ જ કામ આવી શકે છે.
વિપ્રોના ચીફ ટેક્નિકલ ઓફિસર સંધ્યા અરુણ આ વિશે કહે છે, ‘આ ડિવાઇસ શરૂઆતના સ્ટેજમાં જ કેન્સર શોધી કાઢે છે. આથી દર્દીને સમયસર સારવાર મળી શકે છે અને ઘણા કેસોમાં સર્જરીની જરૂર પણ નહીં પડે. સમયસર કેન્સરનું નિદાન થવું એનો સૌથી મોટો ફાયદો છે, કારણ કે બીમારી જેટલી વહેલી પકડાશે, સારવાર એટલી સરળ અને અસરકારક બનશે.’
આ AI આર્મ રોબોટિક MRI મશીન સૌથી પહેલા દર્દીના પેટનું સ્કેન કરે છે. સ્કેનનું પરિણામ રિયલ-ટાઇમ સ્ક્રીન પર દેખાય છે. આથી ડોક્ટર તરત સમજી શકશે કે અંદર શું સમસ્યા છે અને આગળ શું કરવું.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
