<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

વિશ્વના તમામ મોટા દેશો દેવાની હેઠળ દબાયેલ છે

જાપાનની સરકાર પર વધી રહ્યું છે દિવસે ને દિવસે દેવું:વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિશ્વભરના દેશો પરના વર્તમાન સરકારી દેવા અંગે જે આંકડા શેર કર્યા છે તે ચોંકાવનારા છે

નવી દિલ્હી: વિશ્વના તમામ મોટા દેશો દેવાના ડુંગર નીચે દટાયા છે અને તેનું એક મોટું ઉદાહરણ જાપાન છે. જાપાનની સરકાર પર દેવું સતત વધી રહ્યું છે અને દેવાદાર વિકસિત દેશોની યાદીમાં તે ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિશ્વભરના દેશો પરના વર્તમાન સરકારી દેવા અંગે જે આંકડા શેર કર્યા છે તે ચોંકાવનારા છે. તો ચાલો જાણીએ કે, અમેરિકા, ચીન અને ભારત પર GDPના મુકાબલે દેવું કેટલું છે. ટેક્નોલોજીનો 'માસ્ટર' દેશ જાપાન સૌથી વધુ સરકારી દેવાના બોજનો સામનો કરતા દેશોની યાદીમાં ટોચ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર ટ્રેન્ડિંગ ઈકોનોમિક્સ ના હવાલે શેર કરવામાં આવેલા લેટેસ્ટ ડેટા જાઈએ તો દેશની જાપાનની સરકાર પર GDP કરતાં બમણું દેવું થઈ ગયું છે અને તે GDPના 237% જેટલું છે. તમને જણાવી દઈએ કે, જાપાનનો GDP લગભગ 4.2 ટ્રિલિયન ડોલર છે અને 2025 સુધીમાં તેનું દેવું 8.6 ટ્રિલિયન ડોલરથી વધુ હતું.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા પર નજર કરીએ તો જાપાન પછી બાદ સૌથી વધુ દેવાના ડુંગર નીચે દટાયેલો દેશ સિંગાપોર છે, જેનું સરકારી દેવું GDPના 173% છે. ત્યારબાદ ગ્રીસ પર 154%, ઈટાલીનું સરકારી દેવું GDPના 154% છે. ટોપ-5 દેવામાં ડૂબેલા દેશોમાં અમેરિકા પણ સામેલ છે અને અમેરિકન સરકારનું દેવું GDPના 124% સુધી થઈ ચૂક્યું છે.
GDPની તુલનામાં સરકારી દેવાનો બોજ આ ઉપરાંત અન્ય ઘણા દેશો પર પણ સતત વધી રહ્યો છે. ફ્રાન્સ પર (113%), કેનેડા પર (111%), બેલ્જિયમ પર (104%), સ્પેન પર (102%) અને પોર્ટુગલમાં તે 93.6% છે. ખાસ વાત એ છે કે બ્રિટનમાં પણ સરકારી દેવું GDPના 93.6% જ છે.
સૌથી ઓછું દેવું ધરાવતા દેશોની યાદી જોઈએ તો તેમાં સ્વિત્ઝરલૅન્ડ ટોપ પર છે અને તેનું દેવું GDPના 15.7% જ છે. આ ઉપરાંત રશિયા પર પણ દેવું ઓછું છે, તેના પર GDPના 16.4% દેવું છે. એસ્ટોનિયા, બલ્ગેરિયા, તુર્કી અને સાઉદી અરેબિયા પર પણ ઘણું ઓછું દેવું છે.

 

(5:41 PM IST)