તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
દુલ્હને લગ્નની મેંદીમાં પતિનું નામ નહીં, એમેઝોનનો લોગો છપાવ્યો
બન્ને એકસાથે એક જ ઓફિસમાં કામ કરતાં હતાં અને પ્રેમ થઈ જતાં એ લગ્નમાં પરિણમ્યો હતો

ન્યુયોર્ક,તા.૧૯: લગ્નને યાદગાર બનાવવા માટે યુગલો કંઈક અતરંગી જ કરતાં હોય છે. એમાં વળી લગ્ન દરમ્યાન લગ્ન પહેલાંની યાદગાર પળોને પણ સિમ્બોલ તરીકે લગ્નવિધિઓમાં વણી લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એવામાં એક યુવતીએ તેનાં લગ્નની મેંદીમાં ઍમેઝોનનો લોગો છપાવતાં સોશ્યલ મીડિયા પર તેની મેંદી જબરી વાઇરલ થઈ ગઈ. પછી તો ઍમેઝોન કંપનીએ પણ આ મેંદીને પોતાના @insideamazon નામના ઇન્સ્ટાગ્રામ-હેન્ડલ પર પોસ્ટ કરી. આ હેન્ડલને ખુદ ઍમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ ફોલો કરે છે. એનાથી કેટલાક લોકોને લાગ્યું કે હવે ઘણી કંપનીઓ લગ્ન સ્પોન્સર કરતી હોય છે તો શું ઍમેઝોને આ લગ્ન સ્પોન્સર કર્યાં છે? પણ ના, એવું નહોતું. દુલ્હનનું નામ છે પ્રિયાંશી શ્રીમલ અને દુલ્હાનું નામ છે રજત વર્મા. બન્નેની પહેલી મુલાકાત ઍમેઝોનની ઑફિસમાં થઈ હતી. બન્ને એકસાથે એક જ ઑફિસમાં કામ કરતાં હતાં અને પ્રેમ થઈ જતાં એ લગ્નમાં પરિણમ્યો હતો. રજત હવે બીજી કંપનીમાં કામ કરે છે, પરંતુ જે કંપનીમાં તેને જીવનસાથી મળી એ માટે હજીયે થેન્કફુલ છે. જે કંપનીમાં પહેલી મુલાકાત થઈ એને યાદ રાખવા માટે દુલ્હનની બ્રાઇડલ મેંદીમાં ઍમેઝોનનો લોગો અને સ્માઇલી છપાવવામાં આવ્યાં હતાં.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
