તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
ચીનના યુવાનોમાં હવે ખોરાક પ્લાસ્ટિકમાં વીંટીને ખાવાનો નવો ટ્રેન્ડ
‘પ્લાસ્ટિક ઈટિંગ' ડાએટના વીડિયો વાયરલ : ખોરાક પ્લાસ્ટિકમાં ચાવીને ફેંકી દેવાથી સ્વાદ મળે છે અને વજન પણ વધતું નથીઃ યુવાનોની વિચિત્ર દલીલ

બેઈજીંગ,તા.૨૧: ચીનના સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક ઈટિગનો ફિટનેસ ટ્રેન્ડ બેહદ વાયરલ થયો છે. યુવાનો આવા અનેક વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. આ ટ્રેન્ડને હેલ્થ એક્સપર્ટ જોખમી ગણાવી રહ્યા છે, પરંતુ યુવાનો તેને ફિટનેસનો મંત્ર માને છે.
ચીનમાં પ્લાસ્ટિકમાં વીંટીને ખોરાકની મજા માણતા યુવાનોની સંખ્યા વધી રહી છે. હાઈકેલરી અને હાઈફેટ હોય એવો ખોરાક યુવાનો પ્લાસ્ટિકમાં વીંટાળે છે અને પછી પ્લાસ્ટિક દાંતથી ચાવે છે. એ રીતે તે સ્વાદનો આનંદ માણે છે ને પછી પ્લાસ્ટિક સાથે ખોરાક કચરામાં થૂંકી નાખે છે. યુવાનો આવું કેમ કરે છે? જવાબ છે ફિટનેસ.
યુવાનોની દલીલ છે કે ગમતી ખાદ્યસામગ્રી આ રીતે ખાઈ શકાય છે. વળી, તે શરીરમાં જઈને ચરબી નથી. દિમાગમાં એવી ચીજ ખાવાનો આનંદ આપે છે. તેનાથી ક્રેવિંગ ઓછું થાય અને વજન નિયંત્રણમાં રહે છે. પ્લાસ્ટિકની બીજી તરફ ખાદ્યસામગ્રી હોય છે એટલે તે માત્ર ચાવવાથી ખાધાનો આનંદ આવે છે, પરંતુ વજન વધતું નથી. ચીનના સોશિયલ મીડિયામાં યુવાપેઢી આવા વીડિયો પોસ્ટ કરી રહી છે. તે પછી હેલ્થ એક્સપર્ટે ચેતવણી આપી છે. ચીનની નેશનલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું ચીનની કે યુવાનો ખોરાક વીંટાળવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તે હેલ્થ માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. પ્લાસ્ટિકમાં વીંટાળેલો ખોરાક ભલે પેટમાં જતો નથી, પરંતુ પ્લાસ્ટિક ચાવવાથી માઈક્રોપ્લાસ્ટિકના કણો પેટમાં જાય છે. તેનાથી આંતરડાની, શ્વાસને લગતી, ફેફસાની અને હૃદયની બીમારી થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સે લોકોને આવી રીતે પ્લાસ્ટિકમાં ખોરાક ન ચાવવાની સલાહ આપી હતી. ચીનની બહાર પણ આવા વીડિયો વાયરલ થયા પછી દુનિયાભરમાં તેની ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતો તેનું અનુકરણ ન કરવાની સલાહ આપી રહ્યા છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
