તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 25th February 2026
હોંગકોંગની રેસ્ટોરાંમાં આ કોબ્રા-ક્વીન પીરસે છે કિંગ કોબ્રાની વાનગીઓ
હોંગકોંગમાં સાપની વાનગીઓને એક્ઝોટિક ફૂડ-કલ્ચર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું છે : અહીં સાપનાં અંગોમાંથી બનેલાં હેલ્થ-ડ્રિન્ક્સ પણ મળે છે. કિંગ કોબ્રામાંથી બનાવેલી વાનગીની એક ડિશની કિંમત ૧૮૦ ડોલર એટલે કે લગભગ ૧૬,૫૦૦ રૂપિયા

હોન્ગકોન્ગ,તા.૨૫: ચિકન-મટન અને જીવડાંઓ રાંધીને પીરસતી રેસ્ટોરાંઓ ચીનમાં ઘણી છે, પરંતુ ઘણા સમયથી ચાલતી એક અજીબ રેસ્ટોરાં આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એક ટ્રાવેલ-વ્લોગરે બનાવેલી રીલે લોકોમાં કુતૂહલ જગાવ્યું છે. આ રેસ્ટોરાંના મેનુમાં જાતજાતના સાપોની વાનગી છે અને એમાં કિગ કોબ્રાનો પણ સમાવેશ થાય છે. આ રેસ્ટોરાં એક મહિલા ચલાવે છે જેને સ્થાનિકો કોબ્રા-ક્વીન કહે છે. બહારથી સાવ જ સાધારણ ઢાબા જેવી દેખાતી આ રેસ્ટોરાંમાં લાકડાની પેટીઓમાં સાપ સંઘરી રાખવામાં આવે છે. આ સાપ જીવતા જ હોય છે. ગ્રાહક એ લાકડાની પેટીઓમાંથી પોતાને જે ખાવો હોય એ સાપ પસંદ કરીને લઈ શકે છે. એ પછી સાપને તળીને ક્રિસ્પી ચિપ્સની જેમ અથવા તો ઉકાળીને સૂપ કે શાકની જેમ પીરસવામાં આવે છે. તમે જેવો સાપ પસંદ કરો એ મુજબ ડિશની કિંમત નક્કી થાય છે. કિંગ કોબ્રામાંથી બનાવેલી વાનગીની એક ડિશની કિંમત ૧૮૦ ડોલર એટલે કે લગભગ ૧૬,૫૦૦ રૂપિયા છે. અહીં સાપનાં અંગોમાંથી બનેલાં હેલ્થ-ડ્રિન્ક્સ પણ મળે છે. હોન્ગકોન્ગમાં સાપની વાનગીઓને એક્ઝોટિક ફૂડ-કલ્ચર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું છે. જોકે અનેક લોકો એને ખતરનાક અને અમાનવીય ગણાવે છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
