તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
ચીની વૈજ્ઞાનિકોએ ઉગાડ્યાં બટર પોપકોર્નની ફલેવરવાળાં ટમેટાં
જિનેટિકલી મોડિફાય કરેલાં નવાં ટમેટાં વિકસાવ્યાં છે જે દેખાવમાં તો સામાન્ય લાલચટક ટમાટર જેવાં જ છે : ચીનના વૈજ્ઞાનિકોએ જિનેટિકલી મોડિફાય કરેલાં નવાં ટમેટાં વિકસાવ્યાં છે જે દેખાવમાં તો સામાન્ય લાલચટક ટમાટર જેવાં જ છે

બીજીંગ તા.૨૬: ટમેટાં એ શાકભાજીમાં નહીં, પણ ફળોની કેટેગરીમાં આવે છે એની બહુ ઓછાને ખબર છે. જોકે હવે ટમેટાં ખાધા પછી શાક કે ફળ નહીં, બટર પોપકોર્ન ખાવા જેવી સ્મેલ અને ફલેવર મોંમાં આવે એવું સંભવ છે. ચીનના વૈજ્ઞાનિકોએ જિનેટિકલી મોડિફાય કરેલાં નવાં ટમેટાં વિકસાવ્યાં છે જે દેખાવમાં તો સામાન્ય લાલચટક ટમાટર જેવાં જ છે, પરંતુ એની ફલેવર પોપકોર્ન જેવી હશે.
આવું અળવીતરું સંશોધન કરવાનું વૈજ્ઞાનિકોને કેમ મન થયું હશે એવો જો સવાલ તમને પણ થયો હોય તો એનો જવાબ છે ટમેટાંની લાંબી શેલ્ફલાઇફ઼ ટમેટાં એવું ફળ છે જેને ટ્રાન્સપોર્ટ દરમ્યાન પણ જો થોડોક વધુ સમય લાગી જાય તો એ કચકચી જાય છે અને એમાંથી વિચિત્ર સ્મેલ આવવા લાગે છે. લાંબો સમય કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી રાખેલાં ટમેટાંની ફલેવર પણ બદલાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ચીની વૈજ્ઞાનિકોએ ટમેટાંના જનીનગત એવી ક્રાન્તિ કરવામાં આવે જેનાથી ટમેટાંમાંથી ખુશ્બૂ મનમોહક આવે.
રિસર્ચરોએ નોર્મલ ફલેવરને બદલે એકદમ હટકે ફલેવર પસંદ કરીને ટમેટાંની અંદર જનીનગત મોડિફિકેશન કર્યું હતું, જેને કારણે ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન એની મહેક ફીકી ન પડે. વૈજ્ઞાનિકોએ ખાસ ક્રિસ્પર તરીકે ઓળખાતી ટેક્રિકનો ઉપયોગ કરીને બટર પોપકોર્નની મહેક આપતાં ટમેટાં ઉગાડવામાં સફળતા મેળવી લીધી છે. હવે આવા ફળથી લાંબા ગાળે કોઈ નુકસાન તો નથી થતું એ વિશે અભ્યાસ કર્યા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
