<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે કિમ જોંગ ઉને સાઉથ કોરિયાને આપી ધમકી

જો તેમની સુરક્ષા જોખમમાં મુકાય તો પરમાણુ-સંપન્ન દેશ દક્ષિણ કોરિયાને નકશામાંથી મિટાવી દેવાની ધમકી આપી:ફરી એકવાર સિયોલ સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો

નવી દિલ્હી: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે કિમ જોંગ ઉને સાઉથ કોરિયાને ધમકી આપી દીધી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ધમકી આપી છે કે, 'જો અમારી સુરક્ષા જોખમમાં મૂકાય તો પરમાણુ-સંપન્ન દેશ દક્ષિણ કોરિયાને નકશામાંથી મિટાવી દઈશું.' તેમણે ફરી એકવાર સિયોલ સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો. સરકારી મીડિયાએ ગુરુવારે આ જાણકારી આપી. જોકે, સત્તારુઢ પાર્ટીની એક બેઠકના સમાપન દરમિયાન તેમણે આગામી પાંચ વર્ષ માટે પોતાના નીતિગત લક્ષ્યોની રૂપરેખા પ્રસ્તુત કરતા વોશિંગ્ટન સાથે વાતચીત માટે પોતાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે. 

તાજેતરના વર્ષોમાં કિમે સિયોલ પ્રત્યે પોતાના નિવેદનોને વધુ આકરા બનાવી દીધા છે અને તેની સાથે રાજદ્વારી પ્રત્યે પોતાના અસ્વીકાર પર ભાર મૂક્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, તેનાથી સૈન્ય સંઘર્ષની આશંકા નથી, પરંતુ તેનો હેતુ એક વ્યાપક વ્યૂહરચનાને આગળ વધારવાનો છે. આ હેઠળ કિમના પરમાણુ હથિયારો અને મોસ્કો તથા બેઈજિંગ સાથેના સંબંધોના બળ પર ઉત્તર કોરિયાની વધુ મજબૂત અને પ્રભાવશાળી ભૂમિકા સ્થાપિત કરવાનો છે. 

સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, કિમે પોતાની પરમાણુ-સંપન્ન સેનાને મજબૂત કરવા માટે નવી હથિયાર પ્રણાલીઓને વિકસાવવાનું પણ આહવાન કર્યું હતું.

તેમણે કહ્યું કે, 'તાજેતરના વર્ષોમાં પરમાણુ અને મિસાઈલ ક્ષેત્રોમાં ઝડપથી થઈ રહેલા વિકાસથી દેશ પરમાણુ સંપન્ન દેશ તરીકે ઉભર્યો છે. જો અમેરિકા લાંબા સમયથી અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરવા માગે છે, તો તેણે ઉત્તર કોરિયા પ્રત્યેની પોતાની કથિત શત્રૂતાપૂર્ણ નીતિઓ છોડવી પડશે.' 

(6:38 PM IST)