<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ઓસ્ટ્રિયામાં હિટલરના જન્મસ્થળનું પોલીસ સ્ટેશનમાં રૂપાંતર

ઓસ્ટ્રિયા સરકાર દ્વારા એડોલ્ફ હિટલરના જન્મસ્થળને પોલીસ સ્ટેશનમાં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિટલરના વતનમાં આ પગલાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ નિર્ણયને વારસાની સફાઈ માને છે, જ્યારે અન્ય લોકો આ ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માંગે છે.

હોય નહિ !! જેફરી એપસ્ટેઈનને પેન્ટાગોન અને એફબીઆઈ ઈમારતો ખરીદવાની ઓફર થયેલ !

અમેરિકાના ન્યાય વિભાગની ફાઈલોમાંથી બહાર આવેલા ઈમેલ મુજબ, દિવંગત ગુનેગાર જેફરી એપસ્ટેઈનને વર્ષ બે હજાર સોળમાં અમેરિકાના પેન્ટાગોન અને એફબીઆઈની ઇમારતો ખરીદવાની તક આપવામાં આવી હતી. આ સનસનાટીભર્યા ખુલાસાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે. 

કોલંબિયામાં માટીના જ્વાળામુખીનો વિસ્ફોટ: પશુઓના મોત

કોલંબિયાના એન્ટિઓક્વિઆ પ્રાંતના એક રહેણાંક વિસ્તારમાં માટીના જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે. આ કુદરતી હોનારતને કારણે આસપાસના રસ્તાઓમાં તિરાડો પડી ગઈ છે, વનસ્પતિને નુકસાન થયું છે અને અનેક પશુઓના પણ મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. *

(1:16 PM IST)