<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈરાન પર હુમલો થયા બાદ ઈઝરાયલમાં સંપૂર્ણ પણે લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જાહેર મેળાવડાઓ અને બિન-આવશ્યક ક્ષેત્રોમાં કામકાજ પર પ્રતિબંધ રાખવાની સેનાએ કરી જાહેરાત: ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ હુમલાને એક અનિવાર્ય અને જરૂરી પગલું ગણાવ્યું છે

નવી દિલ્હી: ઈરાન પર વળતા પ્રહાર બાદ ઈઝરાયલ હાઇઍલર્ટ પર : દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ 'ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસ'(IDF)ના હોમ ફ્રન્ટ કમાન્ડે દેશભરમાં કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. પરિસ્થિતિની નવી સમીક્ષા કર્યા બાદ, સેનાએ જાહેરાત કરી છે કે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જાહેર મેળાવડાઓ અને બિન-આવશ્યક ક્ષેત્રોમાં કામકાજ પર પ્રતિબંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ક્ષેત્રોને જ કાર્યરત રહેવાની છૂટ આપવામાં આવી છે. ઈઝરાયલી સૈન્યએ શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર કાર્યક્રમો અને કાર્યસ્થળો પર આ વ્યાપક પ્રતિબંધની જાહેરાત ઈરાન સામેના 'પ્રી-એમ્પટિવ સ્ટ્રાઇક' (અગમચેતીના ભાગરૂપે કરાયેલા હુમલા) બાદ કરી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ હુમલાને એક અનિવાર્ય અને જરૂરી પગલું ગણાવ્યું છે.
પરિસ્થિતિની નવી સમીક્ષા કર્યા બાદ, સેનાએ જાહેરાત કરી છે કે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જાહેર મેળાવડાઓ અને બિન-આવશ્યક ક્ષેત્રોમાં કામકાજ પર પ્રતિબંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ક્ષેત્રોને જ કાર્યરત રહેવાની છૂટ આપવામાં આવી છે. ઈઝરાયલી સૈન્યએ શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર કાર્યક્રમો અને કાર્યસ્થળો પર આ વ્યાપક પ્રતિબંધની જાહેરાત ઈરાન સામેના 'પ્રી-એમ્પટિવ સ્ટ્રાઇક' (અગમચેતીના ભાગરૂપે કરાયેલા હુમલા) બાદ કરી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ હુમલાને એક અનિવાર્ય અને જરૂરી પગલું ગણાવ્યું છે.

 

(5:40 PM IST)