<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પતિની સ્‍માર્ટ વોચે તેના ‘‘લફરા''નો ભાંડો ફોડી નાખ્‍યો

પત્‍નીને લાગતું હતું કે તેનો પતિ તો તેના ગળાડૂબ પ્રેમમાં છે

કુઆલાલમ્‍પૂર તા.૬: મલેશિયામાં ૨૧ વર્ષની એક યુવતીને સ્‍માર્ટ વોચની મદદથી પોતાના પતિના અફેર વિશે ખબર પડી હતી. નૂરિન લોફા નામની યુવતીને લાગતું હતું કે તેનો પતિ તો તેના ગળાડૂબ પ્રેમમાં છે અને તે કદી બેવફાઈ કરી જ ન શકે. જોકે નૂરિનની આ ભ્રમણા તેના પતિની સ્‍માર્ટ વોચે તોડી નાખી હતી. એક દિવસ તેના પતિની સ્‍માર્ટ વોચ એમ જ પડી હતી. પતિ બીજા રૂમમાં હતો અને એના પર નોટિફિકેશનનો બીપ-બીપ અવાજ આવ્‍યો. પતિ નહોતો એટલે તેણે જસ્‍ટ કુતૂહલથી વોચ લઈને જોયું કે કંઈક ઇમ્‍પોર્ટન્‍ટ તો નથીને? જોકે એમાં તેને જે જાણવા મળ્‍યું એનાથી નૂરિનના પગ તળેથી ધરતી સરકી ગઈ. આ નોટિફિકેશન ચેટિગનાં હતાં જેમાં તેનો પતિ બીજેથી તેની એક સ્‍ટુડન્‍ટ સાથે ચેટિગ કરી રહ્યો હતો. બન્ને સ્‍માર્ટફોન પર વાત કરી રહ્યાં હતાં, પરંતુ એનું નોટિફિકેશન વોચ પર પણ ઓન રહી ગયું હતું. ચેટમાં પતિ અને તેની સ્‍ટુડન્‍ટે લાડથી પાડેલા એકમેકના હુલામણા નામથી વાત થઈ રહી હતી. વાતચીત પરથી અફેર સ્‍પષ્ટ થઈ ગયું અને કોઈ પુરાવાની પણ જરૂર ન રહી. બસ, પછી તો યુવતીએ પતિથી છૂટાછેડા લેવા માટેની અરજી કરી નાખી અને એ જ સ્‍માર્ટ વોચની ચેટને એક્‍સ્‍ટ્રા-મેરિટલ અફેરના પુરાવા તરીકે રજૂ કરી છે. નૂરિન એટલી હર્ટ થઈ ગઈ કે તેણે સોશ્‍યલ મીડિયામાં પોતાના દીકરાની તસવીર શેર કરીને લખ્‍યું હતું, ‘સોરી બેટા, મેં તારા માટે ખોટો પિતા પસંદ કરી લીધો.

(10:06 AM IST)