<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

કાંસાનાં કિંગ અને ક્‍વીનની મૂર્તિ વેચાઈ ૩૧૯ કરોડ રૂપિયામાં

લંડન,તા.૧૦: બ્રિટિશ મૂર્તિકાર હેન્રી મૂરે બનાવેલી પ્રસિદ્ધ કાંસાની મૂર્તિ તાજેતરમાં લંડનમાં યોજાયેલા ક્રિસ્‍ટીઝ ઑક્‍શનમાં વેચાઈ હતી. કિગ અને ક્‍વીનની જોડી દર્શાવતી આ કાંસાની મૂર્તિ પહેલી વાર ૧૯૫૩માં હેન્રી મૂરના સ્‍ટુડિયોમાંથી ખરીદાઈ હતી. એ પછી એક બ્રિટિશરના પ્રાઇવેટ કલેક્‍શનમાં એ પડી હતી. આ ગુરુવારે એટલે કે પાંચમી માર્ચે એનું ઑક્‍શન થયું હતું. આ મૂર્તિ ૨૬.૩૪ મિલ્‍યન પાઉન્‍ડ એટલે કે લગભગ ૩૧૯ કરોડ રૂપિયામાં વેચાઈ હતી અને હેન્રી મૂરના ક્રીએશન માટે રેકોર્ડ બની ગયો હતો. હેન્રી મૂર વેસ્‍ટ અમેરિકામાં જ પેદા થયેલા આર્ટિસ્‍ટ છે જેમણે લીડ્‍સ સ્‍કૂલ ઑફ આર્ટમાં ભણીને અવ્‍વલ દરજ્‍જાનાં શિલ્‍પોની રચના કરી હતી. 

(10:11 AM IST)