તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 10th March 2026
ડાયાબિટીઝના દર્દીઓ માટે છે આ સુપર ડાયટ ફૂડ
મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર પિસ્તાનું સેવન ડાયાબીટીસના જોખમમાં ૨૭ ટકાનો ઘટાડો કરે છે:પિસ્તા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ વર્તણૂકો ધરાવતી પ્રથમ ૫૦ ખાદ્ય ચીજોની યાદીમાં સ્થાન ધરાવે છે

નવી દિલ્હી: ડાયાબીટીસના દરદીઓ માટે ડાયટ મહત્વની બાબત છે. મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સથી ભરપૂર અને સેચ્યુરેટેડ ફેટ્સ ઓછું હોય તેવું ડાયટ ડાયાબીટીસના દરદીઓ માટે ઉત્તમ ગણાય છે કારણ તે તેનાથી બળતરા ઓછી થાય છે અને કોલેસ્ટેરોલના સ્તરમાં ઘટાડો થાય છે. પરિણામે ગ્લુકોઝ મોટાભાગે નિયંત્રણમાં રહે છે. મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર પિસ્તાનું સેવન ડાયાબીટીસના જોખમમાં ૨૭ ટકાનો ઘટાડો કરે છે. આવા પ્રકારના ફેટના આરોગ્ય સંબંધિત અનેક લાભ હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત આ ડ્રાયફ્રુટ ડાયાબીટીસના દરદીઓ માટે નિષ્ણાંતો દ્વારા ભલામણ કરાયેલા મેડિટરેનિયન ડાયટનો મહત્વનો હિસ્સો છે. અનસેચ્યુરેટેડ ફેટ અને ફાઈબર, મેગ્નેશિયમ, સેલેનિયમ તેમજ વિટામીનોથી ભરપૂર પિસ્તા ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી થઈ શકે.
પિસ્તા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ વર્તણૂકો ધરાવતી પ્રથમ ૫૦ ખાદ્ય ચીજોની યાદીમાં સ્થાન ધરાવે છે જે ઇન્સ્યુલિનની અસંવેદનશીલતાને સુધારવામાં, સ્વાદુપિંડના કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી સુરક્ષિત કરવામાં, કોલેસ્ટરોલના સ્તરને સુધારવામાં અને હાઈપરગ્લાયકેમિઆનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે. આથી ડાયાબીટીસના દરદીઓના ડાયટમાં પિસ્તાને સામેલ કરવાથી ઘણા લાભ થઈ શકે છે.
એક અભ્યાસ મુજબ પિસ્તામાં અન્ય ડ્રાયફ્રુટની સરખામણીમાં ઓછી કેલરી અને ચરબી હોય છે અને તે ખાવાથી તૃપ્તિની લાગણી થાય છે જેના કારણે જલદી ભૂખ સંતોષાય જાય છે અને વજન કાબુમાં રહે છે. આથી દિવસ દરમ્યાન ઓછી કેલરી ગ્રહણ થાય છે.
ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછો હોય તેવો ખોરાક ગ્લુકોઝના સ્તરમાં અચાનક થતી મોટી વધઘટ કાબુમાં રાખે છે, વ્યક્તિને લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી અને સુગરના સ્તરને કાબુમાં રાખે છે. પિસ્તાનું પણ ગ્લાઈકેમિક ઈન્ડેક્સ ઓછું હોવાને કારણે ડાયાબીટીસના દરદીઓમાં ભોજન પછી ગ્લુકોઝમાં થતો વધારો નિયંત્રણમાં રહે છે.
પિસ્તામાં મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ અન્ય ડ્રાયફ્રુટની સરખામણીએ વધુ હોય છે. આ સારા ફેટ કોલેસ્ટેરોલને કાબુમાં રાખે છે અને હૃદયરોગના જોખમ તેમજ ડાયાબીટીસના કોમ્પ્લીકેશનમાં ઘટાડો કરે છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
