<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ઈરાન vs અમેરિકા: 'કિંગમેકર' બનવાનું અમેરિકાનું સપનું રોળાયું

અમેરિકી જાસૂસી સંસ્થાઓના મતે ઈરાનમાં સત્તા પલટો કરવો હવે અશક્ય જેવું છે:દાયકાઓથી ચાલી રહેલા પ્રયાસો છતાં ઈરાન વધુ મજબૂત બની રહ્યું છે, જે વોશિંગ્ટન માટે ચિંતાનો વિષય છે: અમેરિકાના દબાણ છતાં ઈરાની તંત્ર અડીખમ

નવી દિલ્હી: અમેરિકા અને ઈઝરાયલના સતત હવાઈ હુમલા છતાં ઈરાનની ઇસ્લામી સરકાર હજુ પણ મજબૂતીથી ઊભી છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના હાલમાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આશરે બે અઠવાડિયાથી ચાલી રહેલા ભારે બોમ્બમારા છતાં ઈરાનની સત્તા પડવાનો કોઈ તાત્કાલિક ખતરો દેખાતો નથી. ગુપ્તચર વિશ્લેષણ સતત એવો સંકેત આપી રહ્યું છે કે, ઈરાનની સરકાર હાલમાં પડી ભાંગવાની સ્થિતિમાં નથી અને તે હજુ પણ દેશની જનતા તથા વહીવટી તંત્ર પર નિયંત્રણ ધરાવે છે. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેલની વધતી કિંમતોને કારણે અમેરિકામાં રાજકીય દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ 2003 પછીના અમેરિકાના 'સૌથી મોટા સૈન્ય અભિયાન'ને જલદી સમાપ્ત કરવા પર વિચાર કરી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, જો ઈરાનના કટ્ટરપંથી નેતાઓ સત્તામાં મજબૂત રહેશે, તો યુદ્ધનો સ્વીકાર્ય રીતે અંત લાવવો સરળ નહીં હોય. ગુપ્તચર અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 28 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ છતાં દેશની ધાર્મિક સત્તા હજુ પણ સંગઠિત છે.

(5:33 PM IST)