<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ઈરાન સામે અમેરિકાના લાલડોળા: ખમીરવંતા ૨૫૦૦ મરીન્સ અને ફાઇટર જેટ્સ સાથે 'USS ત્રિપોલી' રવાના

અંદાજે 3.4 અબજ ડૉલરના ખર્ચે બનેલું અને 45,000 ટન વજન ધરાવતું આ જહાજ 'લાઇટનિંગ કેરિયર' તરીકે જાણીતું છે, જે રડારમાં પકડાયા વગર અત્યાધુનિક F-35B સ્ટેલ્થ ફાઇટર જેટ્સ દ્વારા હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે

નવી દિલ્હી: મધ્ય પૂર્વના આકાશમાં અત્યારે બારુદની ગંધ પ્રસરી રહી છે! ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે ચરમસીમાએ પહોંચ્યા છે. ઈરાનની ડ્રોન ટેકનોલોજી અને પરમાણુ મથકોને નેસ્તનાબૂદ કરવા માટે અમેરિકાએ હવે પોતાનો સૌથી ઘાતક 'લાઇટનિંગ પ્લાન' અમલમાં મૂકી દીધો છે. પેન્ટાગોનના આદેશથી અત્યાધુનિક યુદ્ધજહાજ USS ત્રિપોલી (LHA-7) ૨૫૦૦ જેટલા જાંબાઝ મરીન્સ અને F-35B લાઇટનિંગ ફાઇટર જેટ્સ સાથે ઈરાન તરફ કૂચ કરી ચૂક્યું છે.

એક બાજુ ઈઝરાયેલના હુમલા અને બીજી બાજુ અમેરિકાનું આ વિશાળ સૈન્ય જમાવડો જોતા લાગે છે કે હવે આરપારની લડાઈ નક્કી છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ઈરાની દાદાગીરી રોકવા માટે આ 'લાઇટનિંગ કરિયર' નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે.

આ ભારે તૈનાતી પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગને બંધ કરવાનો નિર્ણય છે, જ્યાંથી વિશ્વનો 20% ઓઇલનો પુરવઠો પસાર થાય છે. ઈરાનના સુપ્રીમ લીડર અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના નિવેદનો બાદ સ્થિતિ વધુ વણસી છે. અમેરિકાએ પેસિફિક ક્ષેત્રમાંથી પોતાની તાકાત ઘટાડીને મધ્ય પૂર્વમાં કેન્દ્રિત કરી છે, જે સ્પષ્ટ કરે છે કે આ યુદ્ધ લાંબું ચાલી શકે છે. આ વૈશ્વિક કટોકટીને કારણે હવે વિશ્વભરમાં ઓઇલની કિંમતો અને ઊર્જા સંકટને લઈને ચિંતા વધી ગઈ છે.

 

(5:08 PM IST)