તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
વાલીઓ જાગજો! લાડકા પાછળનો 'મોબાઈલ પ્રેમ' બની રહ્યો છે ઝેર: ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં ઊંઘ હરામ અને મૂંગાપણું વધ્યું
રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: આખો દિવસ મોબાઈલના રવાડે ચડેલા ભૂલકાઓ બોલવાનું ભૂલ્યા, માનસિક વિકાસ રૂંધાયો

નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં નાના બાળકોને રડતા રોકવા કે જમાડવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવાની ફેશન હવે માવતરો માટે મોટી મુસીબત નોતરી રહી છે. તાજેતરમાં થયેલા એક ગહન અભ્યાસમાં એવો ધડાકો થયો છે કે ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મોબાઈલ અને ટેબ્લેટનો વધુ પડતો 'સ્ક્રીન ટાઇમ' તેમની ઊંઘ ઉડાડી રહ્યો છે અને સૌથી વધુ ખતરનાક રીતે તેમના બોલવાની શક્તિ (Speech) ને ગંભીર અસર કરી રહ્યો છે.
આ સ્ટડી અનુસાર 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ દરરોજ લગભગ 1.2 કલાક સ્ક્રીનનો ઉપયોગ કરે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ઉંમરના બાળકોને વીડિયો કોલ સિવાય સ્ક્રીનથી દૂર રાખવા જોઈએ. ડૉક્ટરના જણાવ્યા મુજબ 2 થી 5 વર્ષની ઉંમરના મોટા ભાગના બાળકો માટે નક્કી કરેલી દિવસની 1 કલાકની મર્યાદા પણ પાર થઈ રહી છે.
એક રિપોર્ટ અનુસાર COVID-19 મહામારી પછી બાળકોમાં સ્ક્રીન ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં નાના બાળકોમાં સરેરાશ સ્ક્રીન ટાઈમ લગભગ 2.2 કલાક પ્રતિ દિવસ છે. આ ડેટામાં ઘણા બાળકો અને કિશોરો સૂચવેલી મર્યાદા કરતાં વધારે સ્ક્રીનનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. 10 સ્ટડીમાંની એક સ્ટડીમાં લગભગ બે-તૃતિયાંશ બાળકો મર્યાદા પાર કરતા હતા અને લગભગ પાંચમાં એક બાળકમાં સ્ક્રીન મીડિયાના વધુ ઉપયોગ સાથે સંબંધિત સમસ્યાના લક્ષણો તેમનામાં જોવા મળ્યા હતા.
નાના બાળકોમાં વધારે સ્ક્રીન ટાઈમને કારણે બોલવામાં મોડું થઈ રહ્યું છે. લોકો સાથે હળી-મળી નથી શકતાં, ઊંઘની સમસ્યા, વજન વધવું, ચિંતા અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. એક્સપર્ટ્સ જણાવે છે કે આજકાલ બાળકોમાં ફિઝિકલ રમતોનો સમય પણ નક્કી કરેલા સ્તર કરતાં ઘણો ઓછો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે બાળકો માટે બહાર રમવું સામાન્ય બાબત હતી, પરંતુ હવે સ્ક્રીન આધારિત પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
