તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
ચિમ્પાન્ઝી પણ માણસોની જેમ દારૂ પીએ છે
જંગલમાં સ્ટાર એપલ નામનું ફળ સડી જાય તો એમાંથી શુગર ફર્મેન્ટ થઈને આલ્કોહોલ બની જાય છેઃ ચિમ્પાન્ઝીઓને આ સડેલાં ફળ ખાવાનું બહુ ગમે છે

યુગાન્ડા તા.૧૬: જંગલોમાં રહેતા ચિમ્પાન્ઝીઓની સંખ્યા ભારતમાં તો નથી, પરંતુ યુગાન્ડાનાં જંગલોમાં ઘણા ચિમ્પાન્ઝીઓ વન્યજીવનમાં મુક્તપણે જોવા મળે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં નોંધાયું હતું કે જંગલી ચિમ્પાન્ઝીઓ પણ માણસોની જેમ આલ્કોહોલનું સેવન કરે છે. વૈજ્ઞાનિકોએ ૨૦ ચિમ્પાન્ઝીઓના યુરિનનાં સેમ્પલની તપાસ કરેલી. ઓવરઑલ હેલ્થ પેરામીટરની તપાસ માટે આ પરીક્ષણ કરવામાં આવેલું. જોકે એમાં એક હટકે વાત જોવા મળી હતી આલ્કોહોલ. ૧૭ ચિમ્પાન્ઝીઓના યુરિનમાં આલ્કોહોલનું પ્રમાણ વધતેઓછે અંશે જોવા મળ્યું.
સામાન્ય રીતે માણસ એક-બે પેગ દારૂ પી લે તો જેટલો આલ્કોહોલ યુરિનમાં નીકળે એટલી મોટી માત્રામાં એ ચિમ્પાન્ઝીમાં પણ જોવા મળ્યું. હવે જંગલમાં એમને કોણ દારૂ પાવા આવતું હશે એ સવાલ થાય તો એનોય જવાબ યુગાન્ડાના કિબાલે નેશનલ પાર્કના વૈજ્ઞાનિકોએ શોધ્યો છે. જંગલમાં સ્ટાર ઍપલ નામનું ફળ સડી જાય તો એમાંથી શુગર ફર્મેન્ટ થઈને આલ્કોહોલ બની જાય છે. ચિમ્પાન્ઝીઓને આ સડેલાં ફળ ખાવાનું બહુ ગમે છે. ફર્મેન્ટ થયેલી શુગરવાળાં આવાં ફળો ખાય ત્યારે એમાંથી બે પેગ ડ્રિન્ક જેટલો નશો તેમને ચડી જાય છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
