News of Monday, 16th March 2026
સાવધાન! ૩.૫ અબજ લોકોના માથે તોળાતું સંકટ: ગૂગલનું ‘ઇમરજન્સી’ એલર્ટ
કરોડો ભારતીયોના મોબાઈલ અને કમ્પ્યુટર પર ખતરો: ગૂગલ ક્રોમમાં બે ભયાનક ‘ઝીરો-ડે’ ખામીઓ મળી; હેકર્સ તમારો બેંકિંગ ડેટા અને પર્સનલ ફોટા ચોરી લે તે પહેલા આટલું કામ કરી લેજો

નવી દિલ્હી: જો તમે ઇન્ટરનેટ વાપરવા માટે ગૂગલ ક્રોમ (Google Chrome) નો ઉપયોગ કરો છો, તો હવે ચેતી જવાની જરૂર છે. ગૂગલે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેના બ્રાઉઝરમાં એવી ગંભીર ખામીઓ સર્જાઈ છે જેનો ફાયદો ઉઠાવી હેકર્સ દુનિયાના ૩.૫ અબજ યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં કરોડો લોકો ક્રોમ વાપરે છે, જેમના માટે આ સમાચાર કોઈ મોટા આર્થિક ફટકાથી ઓછા નથી!
ગૂગલ દ્વારા એક નવી કેટેગરી બનાવવામાં આવી છે અને એનું નામ ‘ઝીરો ડે’ રાખવામાં આવ્યું છે. આ કેટેગરીમાં એવી નબળાઈઓ અથવા તો ખામીઓનો સમાવેશ કરવામાં આવે છે જેનો ડેવલપર્સ અથવા તો કંપની દ્વારા સિક્યોરિટી પેચ આપવામાં આવે એ પહેલાં જ હેકર્સ એનો ઉપયોગ કરી હેક કરવાનું શરૂ કરી દીધું હોય છે. આથી કંપનીને સિક્યોરિટી અપડેટ આપવામાં સમય લાગી શકે છે અને ત્યાં સુધી ઘણાં એટેક્સ પણ થઈ ચૂક્યા હોય છે. આથી ગૂગલ દ્વારા એને ‘ઝીરો ડે’ કહેવામાં આવે છે કારણ કે તેમની પાસે ફિક્સ કરવા માટે સમય પણ નથી હોતો.
આ નબળાઈને ધ્યાનમાં રાખીને ગૂગલ ક્રોમ દ્વારા એક ઇમરજન્સી સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યું છે. આ સાથે જ યુઝર્સને તરત જ એને અપડેટ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ અપડેટ બાદ યુઝર્સ તેમના ડેટા અને ડિવાઇસને સિક્યોર રાખી શકશે. જો અપડેટ ન કરવામાં આવે તો યુઝર્સની સિસ્ટમ હેક થવાના ચાન્સ ખૂબ જ વધુ છે અને એનું પરિણામ કંઈ પણ આવી શકે છે. ગૂગલ દ્વારા ફક્ત નબળાઈ હોવાનું કહેવામાં આવ્યું છે અને એને તરત જ અપડેટ કરવા માટે વિનંતી કરી છે. જોકે આ નબળાઈ શું છે એ વિશે ગૂગલ દ્વારા હજી સુધી કોઈ માહિતી આપવામાં નથી આવી. ગૂગલનું કહેવું છે કે જ્યાં સુધી વધુ પ્રમાણમાં યુઝર્સ આ અપડેટ ઇન્સ્ટોલ નહીં કરે ત્યાં સુધી આ વિશેની માહિતી જાહેર નહીં કરે. તેમનું માનવું છે કે જો આ નબળાઈ વિશે જાહેર કરી દેવામાં આવે તો હેકર્સ એનો ફાયદો તરત જ ઉઠાવી શકે છે. અત્યારે તેમને આ નબળાઈ વિશે શોધવું પડશે, જેમાં સમય લાગી શકે છે. આ નબળાઈઓને CVE-2026-3909 અને CVE-2026-3910 તરીકે ઓળખવામાં આવી રહી છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
