<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

અમેરિકાએ ઈરાન સામે ઉતાર્યું સુપરસોનિક શિકારી

દુનિયાનું સૌથી શક્તિશાળી ‘B-1B લેન્સર’ મેદાનમાં: ૭૫,૦૦૦ પાઉન્ડ બોમ્બ સાથે ઈરાનના કુરુક્ષેત્રમાં અમેરિકાની એન્ટ્રી; પલકવારમાં દુશ્મનના ઠેકાણાને રાખ કરી દેશે આ ‘ઉડતું સ્મશાન’

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન વાયુસેનાએ પોતાના સૌથી ખતરનાક અને સુપરસોનિક બોમ્બર વિમાન ‘B-1B Lancer’ (જેને સૈનિકો લાડથી 'BONE' કહે છે) ને મધ્ય પૂર્વના આકાશમાં તૈનાત કરી દીધું છે. આ વિમાનની ક્ષમતા જાણીને ઈરાની સેનામાં ફફડાટ વ્યાપી ગયો છે.
મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે વધી રહેલા લશ્કરી સંઘર્ષ વચ્ચે અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા વિશ્વના સૌથી શક્તિશાળી સુપરસોનિક બોમ્બર વિમાન B-1B લેન્સરને તહેનાત કર્યું છે. 'ઓપરેશન એપિક ફ્યુરી'ના સમર્થનમાં લેવામાં આવેલ આ પગલાથી ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની છે. આ સુપરસોનિક બોમ્બરે મિડલ ઈસ્ટના આકાશમાં ઉડાન ભરી દુશ્મન દેશોને કડક સંદેશ આપ્યો છે. સૈન્ય વર્તુળોમાં 'બોન' (B-One) તરીકે ઓળખાતું B-1B લેન્સર વિમાન તેની અજોડ ગતિ અને વિસ્ફોટકો વહન કરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. અમેરિકા પાસે આવા કુલ 104 વિમાનો છે. આ વિમાન લાંબા અંતરના મિશન માટે એલ્સવર્થ એરફોર્સ બેઝથી ઓપરેટ કરવામાં આવે છે.
B-1B લેન્સરની લંબાઈ 146 ફૂટ, પાંખોનો ફેલાવો 137 ફૂટ અને ઊંચાઈ 34 ફૂટ છે. તેનું નિઃશસ્ત્ર વજન આશરે 87,090 કિલોગ્રામ છે, જ્યારે શસ્ત્રો સાથે, તેનું વજન આશરે 216000 કિલોગ્રામ છે. તે 40,000 ફૂટની ઊંચાઈએ આશરે 1,531 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને એક ઉડાનમાં આશરે 9,400 કિલોમીટરનું અંતર કાપી શકે છે. નિઃશસ્ત્ર, તેની રેન્જ આશરે 12,000 કિલોમીટર સુધી પહોંચી શકે છે. તે મહત્તમ 60,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને એક મિનિટમાં આશરે 5,678 ફૂટ ઉંચાઈ મેળવી શકે છે. તેમાં છ બાહ્ય હાર્ડપોઇન્ટ છે, જે તેને 23,000 કિલોગ્રામ સુધીના બોમ્બ વહન કરવાની મંજૂરી આપે છે. તે વિવિધ પ્રકારના બોમ્બનું મિશ્રણ પણ વહન કરી શકે છે.

 

(5:02 PM IST)