News of Tuesday, 17th March 2026
અમેરિકાનો આ ગધેડો સૌથી લાંબા કાન ધરાવે છે
ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો વિક્રમ એના નામે નોંધાયો : એક કાનની લંબાઈ છે એક ફુટ ત્રણ ઇંચ

જ્યોર્જિયા,તા.૧૭: ગધેડાના કાન બહુ લાંબા નથી હોતા, પરંતુ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના બાયરોન શહેરમાં રહેતાં હેના ફ્રોસ્ટ નામનાં બહેને પાળેલો એક ગધેડો ખાસ છે. ૧૫ વર્ષના હોપ નામના આ ગધેડાના કાન અસામાન્ય હદે લાંબા છે. તાજેતરમાં એની લંબાઈ તપાસતાં સૌથી લાંબા કાન ધરાવતા ગધેડાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો વિક્રમ એના નામે નોંધાયો હતો. એના એક કાનની લંબાઈ છે એક ફુટ ત્રણ ઇંચ.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
