તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
જેલમાંથી ભાગવા પાંચ વર્ષ સુધી દીવાલ ખોતરીઃ ભાગ્યો તો સીધો ગાર્ડની રૂમમાં નીકળ્યો

લંડન,તા.૧૭: બ્રાઝિલમાં ઉમરકેદનો એક કેદી જલદીથી આ કેદમાંથી છૂટવા માટે રોજ ગાર્ડ્સથી છુપાઈને મહેનત કરતો હતો. પોતાના સેલના એક ખૂણામાંની દીવાલને રોજ તે થોડી-થોડી કોતરતો અને એનો કાટમાળ રોજના કચરા ભેગો બહાર ફેંકી દેતો. એ ભાગને તેણે પોતાની ચાદર વડે ઢાંકીને રાખ્યો હતો. જોકે છુપાઈને આ કામ કરવાનું હોવાથી એક સુરંગ ખોદીને દીવાલને પાર કરવામાં તેને પાંચ વર્ષ લાગી ગયાં. આખરે જ્યારે તેને થયું કે હવે દીવાલ તોડીને ભાગી જઈ શકાય એમ છે ત્યારે તે એમાં ઘૂસ્યો, પરંતુ એ રસ્તો જેલની બહાર કે પ્રાંગણમાં નીકળવાને બદલે ડાયરેક્ટ ગાર્ડની રૂમમાં જ નીકળ્યો
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
