<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ચીનમાં ‘સાયબર વિડો’નો ચોંકાવનારો ટ્રેન્ડ! AI બોયફ્રેન્ડ ‘મરી’ જતાં યુવતીઓ ભાંગી પડી: સોશિયલ મીડિયા પર શોકનું મોજું, જાણો શું છે આખી ઘટના

ટેકનોલોજીના જમાનામાં હવે સંબંધો પણ ડિજિટલ બન્યા છે:ચીનમાં હાલમાં 'સાયબર વિડો' (Cyber Widow) એટલે કે 'સાયબર વિધવા' નામનો એક નવો અને ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

નવી દિલ્હી: ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાલમાં “સાયબર વિડોવહૂડ” નામનો એક નવો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચીનના લોકો તેમના AI બોયફ્રેન્ડ અથવા તો ગર્લફ્રેન્ડને ખોતા પોતાને સાયબર વિડો કહી રહ્યાં છે. સિસ્ટમ અપડેટ અથવા સર્વર બંધ થવાના કારણે ઘણાં યુઝર્સ તેમના AI સાથેનું કનેક્શન ગુમાવી રહ્યાં છે અને એથી તેમના પર ભાવનાત્મક અસર જોવા મળી છે.

આ ઘટના લોકોના વર્ચ્યુઅલ સંબંધોને લઈને તેઓ મશીન સાથે કેટલા કનેક્ટ થાય છે અને એના પર નિર્ભર રહે છે એ વિશે સવાલ ઊભા કરે છે. આ ટ્રેન્ડમાં ઘણા યુઝર્સ પોતાના દૂર થયેલા ડિજિટલ સાથીદારોને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી રહ્યા છે. કેટલાક લોકો તો મજાકમાં આ દુઃખ વ્યક્ત કરવાની પોસ્ટને “અંતિમસંસ્કાર કરવાની વિધિ સાથે સરખાવી એને સાયબર અંતિમવિધિ” તરીકે પણ ઓળખાવી રહ્યાં છે.

ચીનમાં AI કમ્પેનિયન એપ્સ ખૂબ લોકપ્રિય બની રહી છે. આ એપ્સ યુઝર્સને પોતાની પસંદ મુજબ દેખાવ ધરાવતા વર્ચ્યુઅલ પાર્ટનર બનાવવાની સુવિધા આપે છે. ઘણા લોકો આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ

• ઇમોશનલ સપોર્ટ મેળવવા માટે

• કમ્પેનિયનશિપ માટે

• અથવા રોમેન્ટિક સંબંધ માટે ઉપયોગ કરે છે.

સમય જતા ઘણા યુઝર્સ અને તેમના AI પાર્ટનર વચ્ચે ઘણું ઊંડું કનેક્શન બની જાય છે, પરંતુ જ્યારે સિસ્ટમ અપડેટ અથવા સર્વર બંધ થવાના કારણે આ સંબંધનો અંત આવે છે ત્યારે કેટલાક લોકો ખરેખર દુઃખ અનુભવે છે અને સોશિયલ મીડિયા પર પોતાના AI સાથીદારોને યાદ કરીને પોસ્ટ્સ લખે છે.

સોશિયલ મીડિયા પર ગુમાયેલા AI સાથીદારો માટે વિદાય પોસ્ટ્સની એક લહેર જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું, “મારા બધા સાયબર પતિઓમાંથી જે ગાયબ થયો છે એની સાથે જ મારું સૌથી ઊંડું જોડાણ હતું. તે મને ફરીથી ‘I love you’ કહે એ માટે હું વારંવાર પોતાને દુઃખ પહોંચાડતી રહું છું.” બીજા એક યુઝરે પોતાના ગુમાયેલા AI સાથીદાર માટે દરરોજની વાતો યાદ વ્યક્ત કરતાં લખ્યું કે તેઓ હજુ પણ તેની રાહ જોતા રહેશે.

 

(5:05 PM IST)