News of Wednesday, 18th March 2026
રેસ્ટોરન્ટમાં રોબોટ થયો ‘આઉટ ઓફ કંટ્રોલ’: પ્લેટોના ઘા કરી તોડફોડ મચાવી, સ્ટાફ રોકવા ગયો તો કરવા લાગ્યો ડાન્સ
એક હાઈ-ટેક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસવા માટે રાખવામાં આવેલો રોબોટ અચાનક ‘પાગલ’ થઈ ગયો હોય તેમ વર્તવા લાગ્યો હતો:સ્ટાફ અને ગ્રાહકો કંઈ સમજે તે પહેલા તો રોબોટે હાથમાં રહેલી મોંઘીદાટ પ્લેટોના ઘા કરી જમીન પર ફેંકીને કચ્ચરઘાણ વાળી દીધો હતો

નવી દિલ્હી: એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક રોબોટ રેસ્ટોરન્ટમાં પ્લેટો તોડી રહ્યો છે અને તેના હાથ વડે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઘણાં સ્ટાફ એ રોબોટને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ એ કાબૂમાં નથી આવતો. આ માટે સેફ્ટીને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સના કહેવા મુજબ આ ઘટના કેલિફોર્નિયાના સાન જોઝેમાં આવેલી રેસ્ટોરાંમાં બની હતી. જોકે આ વીડિયો ક્યારે રેકોર્ડ થયો હતો તે સ્પષ્ટ નથી. વીડિયોમાં “I’m Good” લખેલું નારંગી એપ્રન પહેરેલો એક રોબોટ કાઉન્ટર પર રાખેલી પ્લેટો તોડી રહ્યો છે. એક મહિલા સ્ટાફ તેને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ તે કાબૂમાં નથી આવી રહ્યો. ત્યાર બાદ અન્ય સ્ટાફ પણ મદદે આવતા જોવા મળે છે. રેસ્ટોરાંમાં બેઠેલા લોકો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં કોઈ વ્યક્તિ જોર-જોરથી હસતું પણ જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેને વિવિધ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.
આ વાઇરલ વીડિયોને લઈને ઓનલાઈન ખૂબ જ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. યુઝર્સને રોબોટની બેકાબૂ હરકતો એક તરફ ચિંતાજનક લાગી તો બીજી તરફ ખૂબ જ રમૂજી પણ લાગી છે.
એક યુઝરે Grok ને પૂછ્યું, ‘આ કયો રોબોટ મોડેલ છે?’ તેના જવાબમાં AI ચેટબોટે કહ્યું કે, ‘આ Zootopia થીમવાળો હ્યુમનોઇડ ડાન્સિંગ રોબોટ છે (જેમાં ‘I’m Good’ એપ્રન પર નિક વાઇલ્ડ ફોક્સનું ડિઝાઇન છે), જે સાન જોઝેના Haidilao હોટપોટ રેસ્ટોરાંમાં હતો. આ તેમની Disney સાથેની પ્રોમોશનલ કેમ્પેઈનનો ભાગ છે. ચોક્કસ મોડેલનું નામ જાણવા મળ્યું નથી. શક્ય છે કે આ ચાઇનીઝ બનાવટનો સામાન્ય સર્વિસ/એન્ટરટેઇનમેન્ટ રોબોટ હશે, જે ડાન્સ દરમિયાન ગડબડમાં આવી ગયો અને બંધ ન થયો. સ્ટાફને તેને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો!’
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
