<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

૩૮,૧૬૨ યુનિક ચમચીઓનું કલેક્‍શન છે આ બહેન પાસે

ચમચીઓના કલેક્‍શનનો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ

આયોવા,તા.૧૯: અમેરિકાના આયોવા રાજ્‍યના ડેવનપોર્ટ શહેરમાં કેમેલિયા પોલ નામનાં બહેન પાસે ચમચીઓનું જબરું મોટું કલેક્‍શન છે. તેમણે આ કલેક્‍શન જોવા માટે એક ખાસ આર્ટ ગેલરી ખોલી છે. મિસિસિપી સ્‍પૂન ગેલરીમાં કેમેલિયાએ કલેક્‍ટ કરેલી ઍન્‍ટિક અને એક-એકથી ચડિયાતી, જાતજાતની સાઇઝ, જાતજાતની ધાતુઓની અને યુનિક ડિઝાઇન ધરાવતી ચમચીઓ જોવા મળે છે. આ બહેને સ્‍પૂનમાંથી બનેલું એક ઝુમ્‍મર પણ તૈયાર કર્યું છે. આ ઝુમ્‍મર તેમણે લગભગ અનેક દેશોમાં એક્‍ઝિબિશન માટે મોકલ્‍યું છે. ચમચીઓ માટેનું અનોખું ખેંચાણ કેમેલિયાને તેની પરદાદી પાસેથી મળ્‍યું છે. પરદાદીના સ્‍પૂનના કલેક્‍શનને તેમણે મોટા થયા પછી વિસ્‍તાર્યું છે અને દુનિયાભરની યુનિક ચમચીઓ એકઠી કરી છે. ૩૮,૧૬૨ ચમચીઓના કલેક્‍શનનો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ તેમણે પોતાના નામે કર્યો છે.

(10:22 AM IST)