તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 19th March 2026
ટ્રમ્પના ટેરિફનો ઉંધો ઘા: અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો ફટકો, ૧ લાખ લોકોએ રોજગારી ગુમાવી
ફાયદાને બદલે નુકસાન: આયાત ડ્યૂટી વધારવાનો દાવ અમેરિકાને જ ભારે પડ્યો: ઉદ્યોગોમાં હાહાકાર અને બેરોજગારીનો આંકડો વધ્યો

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આખા વિશ્વના દેશો પર તેમ કહીને ટેરિફ નાખ્યો હતો કે તેનાથી અમેરિકાને ફાયદો થશે, અમેરિકન ઉત્પાદકોને ફાયદો થશે, પણ વાસ્તવમાં તેનો ટેરિફનો દાવ અવળો પડયો છે. તેની ટેરિફ પોલિસીના લીધે અમેરિકન ઉત્પાદકો જ મુશ્કેલીમાં મૂકાયા છે. ટ્રમ્પના શાસનના વર્ષના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લગભગ એક લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે.
ટ્રમ્પને સમર્થન આપનારા કેટલાય નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓએ આજે રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટ્રમ્પને સમર્થન આપનાર અક સ્થાનિક ઉદ્યોગપતિ એલન એન્જિનિયરિંગ કોર્પ કરીને કંપની ચલાવે છે. ટ્રમ્પની ટેરિફની નીતિઓના લીધે તેના એન્જિન, સ્ટીલ અને ગીયરબોક્સના તથા ક્લચના ભાવ વધી ગયા છે. આના કારણે તે ઉદ્યોગપતિએ ગ્રાહક છૂટી જવાના ડર વચ્ચે પણ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. તેણે ખર્ચ ઘટાડવા માટે ફેક્ટરીમાં કર્મચારીઓની સંખ્યા 205થી ઘટાડી 140 કરી દીધી છે. તેણે જણાવ્યું હતું કે જો ટ્રમ્પની નીતિઓ ચાલુ રહી તો તેણે ક્યાંક ફેક્ટરી બંધ કરવાનો સમય ન આવે.
આમ ટ્રમ્પ એકબાજુએ દાવો કરે છે કે તેની નીતિઓના કારણે અમેરિકન મેન્યુફેક્ચરિંગ જોબ્સમાં વધારો થશે, પરંતુ વાસ્તવમાં ટ્રમ્પના શાસનના પહેલા વર્ષમાં લગભગ 98 હજારથી વધુ એટલે કે લગભગ એક લાખ મેન્યુફેકચરિંગ જોબ્સનો લોસ થયો છે. હાલમાં પણ જે કારોબાર ચાલી રહ્યા છે તે પણ બાઇડેનની પોલિસીઓના કારણે ચાલી રહ્યા છે. બાકી ટ્રમ્પ તો અમેરિકન અર્થતંત્રનું નિકંદન કાઢવા બેઠો હોવાની સ્થાનિક લોકોની માન્યતા વધુને વધુ પ્રબળ બની રહી છે.
અમેરિકાના 98 ટકા ઉત્પાદન એકમો ૨૦૦થી પણ ઓછા કામદારો ધરાવતા હોવાનું સેન્સસ બ્યૂરો ઓફ ડેટા જણાવે છે. તેઓ પાસે એપલ જેવી મહાકાય કંપનીઓની જેમ લોબીઇંગ માટે નથી પૂરતું ભંડોળ કે નથી કોઈ મોટી બ્રાન્ડનેમ જેનાથી તેમને આ સ્થિતિનો સામનો કરવામાં મદદ મળ.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
