તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
હિંદ મહાસાગરમાં 'મહાવિનાશ'ની દસ્તક: ઈરાને અમેરિકાના અભેદ્ય કિલ્લા 'ડિએગો ગાર્સિયા' પર મિસાઈલ છોડી: રેન્જ જોઈ દુનિયા આખી સ્તબ્ધ
ઈરાનનો જોરદાર 'પલટવાર': હજારો માઈલ દૂર અમેરિકી સૈન્ય અડ્ડા પર ત્રાટકી મિસાઈલ:ડ્રેગન અને રશિયાની પણ નજર: સુપર પાવર અમેરિકાના લશ્કરી ગણિતો ઊંધા પડ્યા

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના રિપોર્ટ અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડિયેગો ગાર્સિયા પર બે મધ્યમ અંતરની મિસાઈલોથી હુમલો કર્યો છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે અને બેઝને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ મિસાઈલને રોકવા માટે પોતાના જંગી જહાજ પરથી SM-3 ઈન્ટરસેપ્ટર લોન્ચ કર્યું હતું. જોકે, ઈન્ટરસેપ્ટર મિસાઈલને હવામાં તોડી પાડવામાં સફળ રહ્યું કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર અંદાજે 4118 કિલોમીટર છે. ઈરાનની અત્યાર સુધીની જાણીતી મિસાઈલ ક્ષમતા આટલી લાંબી રેન્જની નથી, જે સૂચવે છે કે ઈરાને ગુપ્ત રીતે પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે.
સામાન્ય રીતે ઈરાનની ગતિવિધિઓ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (મિડલ ઈસ્ટ) હેઠળ આવતી હોય છે, પરંતુ ડિયેગો ગાર્સિયા યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વિસ્તારમાં આવે છે. આ હુમલાથી સાબિત થાય છે કે, હવે યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે અને ઈરાન સીધા અમેરિકાના વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલા અંગે વ્હાઇટ હાઉસ કે બ્રિટનના સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં ઇઝરાયલ કે અન્ય પડોશી દેશોની ભૂમિકા અથવા પ્રતિક્રિયા પર પણ દુનિયાની નજર રહેશે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
