<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ન્‍યૂયોર્કમાં ડાયનાસોર માટે અનોખી ફેરવેલ પાર્ટી

આ તસવીરમાં તમે જેને જોઈ રહ્યાં છો તે ડાયનાસોર છે. હવે, તમે કહેશો કે, ના ભાઈ આ તો કબૂતર છે. તમારી વાત અડધી સાચી કારણ કે, આ કબૂતર છે તેનું નામ જ ડાયનાસોર છે. અમેરિકાના ન્‍યૂ યોર્ક સિટીમાં કોલંબિયાના આર્ટિસ્‍ટ ઈવાન અર્ગોટે દ્વારા ઓક્‍ટોબર ૨૦૨૪માં ૨૧ ફૂટ ઊંચું કબૂતરનું સ્‍ટેચ્‍યુ મૂકવામાં આવ્‍યું હતું. તેને ડાયનાસોર નામ એટલે આપ્‍યું કારણકે, આર્ટિસ્‍ટને લાગ્‍યું કે, આજકાલના પક્ષીઓ છેવટે છે તો તેમના જ પૂર્વજો ને.. અઢાર મહિના બાદ આ ડાયનાસોરને વિદાય આપવામાં આવશે. એપ્રિલ મહિનામાં તેને અન્‍ય સ્‍થળે ખસેડવામાં આવશે અને ડાયનાસોરની જગ્‍યા અન્‍ય કોઈ આર્ટવર્ક લેશે. સૌથી રસપ્રદ વાત એ કે, જેમ આપણા ઘરે મહેમાન આવે અને આપણે તેમને દરવાજા સુધી મૂકવા જઈએ. કોઈ સહકર્મી અન્‍ય કંપનીમાં જાય તો તેને ફેરવેલ પાર્ટી આપીએ તેમ આ ડાયનાસોરને માટે પણ ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં, મોટી સંખ્‍યામાં ન્‍યૂ યોર્કના રહેવાસીઓ હાજર રહ્યા હતા.

(10:37 AM IST)