<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ચીનમાં બાળકોના યુરિનમાં ઉકાળેલા ઈંડાથી બનેલી કોફી પીવાનો ટ્રેન્‍ડ

યુરિનમાં પકાવેલાં એગ્‍સથી શરીરને ઠંડક મળે છે. હીટ સ્‍ટ્રોકથી બચવા માટે આ ઉપાય કરવામાં આવે છે.

ઝેજિયાંગ,તા.૨૩: ચીનમાં એક કેફેએ અજીબોગરીબ ડિશ ઇન્‍ટ્રોડ્‍યુસ કરી છે જે સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એમાં એવી-એવી વિચિત્ર ચીજો વાપરવામાં આવી છે કે સાંભળીને જ માથું ફરી જાય. સૌથી પહેલાં તો કોફીમાં ઈંડું વાપર્યું છે. એટલું જ નહીં, આ ઈંડું બાળકના યુરિનમાં ઉકાળીને બાફેલું છે. આ ચીજને બહુ પૌષ્ટિક કહીને પ્રમોટ કરવામાં આવી રહી છે. સાઉથ ચાઇના મોર્નિગ પોસ્‍ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં એક કેફેમાં યુરિનમાં બાફેલા ઈંડાથી બનેલી આવી કોફી વેચાય છે જેની કિમત છે લગભગ ૩૦૦થી ૩૫૦ રૂપિયા. કેફે સ્‍પષ્ટ કહે છે કે કોફીમાં વપરાયેલાં ઈંડાં ૧૦ વર્ષથી નાની વયના બાળકના યુરિનમાં ઉકાળીને તૈયાર કરાયાં છે. એ પછી આ ઈંડાંને રોસ્‍ટ કરીને કોફીમાં ઉમેરવામાં આવે છે. રોજ આ કોફીના ૧૦૦ કપ વેચાય છે.

કહેવાય છે કે એક જૂની પરંપરા મુજબ બાળકોના યુરિનમાં પકાવેલાં એગ્‍સથી શરીરને ઠંડક મળે છે. હીટ સ્‍ટ્રોકથી બચવા માટે આ ઉપાય કરવામાં આવે છે. જોકે ડોક્‍ટરો આ દાવા સાથે સહમત નથી. કિડની નિષ્‍ણાતોનું કહેવું છે કે ‘બાળકોના યુરિનમાં પણ માનવ-અપશિષ્ટ હોય જ છે. એમાં કોઈ પોષણ નથી હોતું. એનાથી નુકસાન થવાની પૂરી સંભાવનાઓ છે

(2:06 PM IST)