<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

અકિલા સ્ટાઈલ: આંતરરાષ્ટ્રીય ખળભળાટ:ટ્રમ્પને છંછેડવા ઈરાનનો નવો ‘પેંતરો’: મિસાઈલો પર સ્પેનના વડાપ્રધાનની તસવીરો લગાવી:ગરમાયું વૈશ્વિક રાજકારણ

ઈરાનનો માસ્ટર સ્ટ્રોક કે નવી આફત? અમેરિકા-ઈરાન વચ્ચે તણાવની આગમાં તેલ હોમાયું:મિસાઈલ પ્રદર્શનમાં સ્પેનિશ પીએમ પેડ્રો સાંચેઝનું ‘પોસ્ટર’ ચર્ચાના ચકડોળે

નવી દિલ્હી :પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે ઈરાને અમેરિકા અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને ચીડવવા માટે એક અજીબોગરીબ રસ્તો અપનાવ્યો છે. ઈરાની સેનાએ તેના તાજેતરના મિસાઈલ પ્રદર્શનમાં પોતાની ઘાતક મિસાઈલો પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની તસવીરો લગાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.

 ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી તસવીર વાઇરલ થઈ છે જેણે સૌને ચોંકાવી દીધા છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના એક જવાનની તસવીર સામે આવી છે, જેમાં તે એક બેલેસ્ટિક મિસાઇલ પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના ફોટોવાળું સ્ટીકર ચીપકાવી રહ્યો છે. પશ્ચિમી દેશોના નેતાઓમાં પેડ્રો સાંચેઝ એવા ગણ્યાગાંઠ્યા નેતા છે જેમણે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની ખુલ્લેઆમ અને કડક શબ્દોમાં ટીકા કરી હતી. જ્યારે મોટાભાગના પશ્ચિમી દેશો કાં તો મૌન હતા અથવા અમેરિકાની પડખે ઊભા હતા, ત્યારે સાંચેઝે આ યુદ્ધને ખોટું ગણાવ્યું હતું, જેના કારણે ઈરાનમાં તેમની લોકપ્રિયતા વધી છે. ઈરાનના સૈનિકોએ સ્પેનના વડાપ્રધાનના નિવેદનો પ્રત્યે પોતાનો આભાર અને ખુશી વ્યક્ત કરવા માટે આ અનોખો રસ્તો અપનાવ્યો છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રીતે મહત્ત્વની માનવામાં આવે છે. પ્રથમ દૃષ્ટિએ આ તસવીર એ દર્શાવે છે કે ઈરાન અત્યારે વિશ્વમાં પોતાના નવા સમર્થકોની શોધમાં છે. જો પશ્ચિમનો કે યુરોપનો કોઈ પણ નેતા તેમની પડખે ઊભો રહે, તો ઈરાન તેને તરત જ પોતાનો ખાસ મિત્ર માની લે છે, ભલે તે માત્ર વૈચારિક ટેકો જ કેમ ન હોય.

(5:40 PM IST)