<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

મહાસત્તાઓ વચ્ચેનો જંગ હવે જનતાના ઉંબરે: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ લાંબુ ખેંચાવાના ખતરનાક સંકેત: વિશ્વમાં ઊર્જા કટોકટીનો કાળમુખો પંજો

તૈયાર રહેજો: રશિયા-યુક્રેન બાદ હવે પશ્ચિમ એશિયામાં ભડકો: પાવર કટ અને ઈંધણની તંગી નિવારવા ‘લોકડાઉન’ જેવી સ્થિતિ સર્જાશે?

નવી દિલ્હી: વિશ્વભરમાં ફરી એકવાર લોકડાઉન જેવા આકરા દિવસો પરત ફરે તેવા એંધાણ મળી રહ્યા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે અટકવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા કટોકટી (Energy Crisis) ફાટી નીકળી છે. યુરોપ અને પશ્ચિમી દેશોમાં તો અત્યારથી જ પાવર બચાવવા માટે આકરા પગલાં લેવાની વિચારણા શરૂ થઈ ગઈ છે. મળતી વિગતો મુજબ, યુદ્ધ લાંબુ ચાલવાથી ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના પુરવઠાને મોટી અસર પહોંચી છે. મધ્ય પૂર્વના દેશોમાંથી સપ્લાય ચેઈન ખોરવાતા તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. જો સ્થિતિ વધુ વણસશે તો સરકારો દ્વારા વીજળી અને ઈંધણના વપરાશ પર નિયંત્રણ લાવવા માટે ‘એનર્જી લોકડાઉન’ લાદવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

  • વીજ કાપ: ઉદ્યોગો અને ઘરોમાં વીજળીનો વપરાશ ઘટાડવા માટે ચોક્કસ કલાકો સુધી પાવર કટ આવી શકે છે.
  • મોંઘાદાટ ઈંધણ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થવાની ભીતિ છે.
  • કામકાજ પર અસર: વર્ક ફ્રોમ હોમ અને શાળાઓમાં રજાઓ જાહેર કરીને વાહનવ્યવહાર ઘટાડવાની રણનીતિ અપનાવવામાં આવી શકે છે.

વૈશ્વિક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બ્લોક કરશે, તો આખી દુનિયામાં અંધકાર છવાઈ જશે. અત્યારે મહાસત્તાઓ આ કટોકટીમાંથી બચવા માટે માર્ગ શોધી રહી છે, પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી માટે તૈયાર રહેવા જણાવાયું છે

(5:41 PM IST)