<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સાવધાન! સ્માર્ટફોનની ગેમમાં છુપાયેલા છે આતંકી આકાઓ: ઓનલાઈન વીડિયો ગેમ થકી યુવાનોની ભરતીનું ખતરનાક રેકેટ

વર્ચ્યુઅલ દુનિયામાં અસલી બ્રેઈનવોશ: પબજી અને ફ્રી-ફાયર જેવી ગેમ્સના ચેટિંગ પ્લેટફોર્મનો દુરુપયોગલ::દેશભરની એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી : આજના ડિજિટલ યુગમાં આતંકી સંગઠનોએ યુવાનોને ગુમરાહ કરવા માટે એક નવો અને અત્યંત ઘાતક રસ્તો શોધી કાઢ્યો છે. હવે સરહદ પારથી સીધા સંપર્કને બદલે, આતંકીઓ લોકપ્રિય ઓનલાઈન વીડિયો ગેમ્સના માધ્યમથી કિશોરો અને યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. તપાસ એજન્સીઓના રિપોર્ટ મુજબ, ગેમિંગ પ્લેટફોર્મ્સ હવે આતંકના નવા ‘રિક્રુટમેન્ટ સેન્ટર’ બની રહ્યા છે. મળતી વિગતો મુજબ, આતંકીઓ પબજી (PUBG), ફ્રી-ફાયર (Free Fire) અને ડિસકોર્ડ (Discord) જેવા પ્લેટફોર્મ્સ પર પ્લેયર બનીને પ્રવેશે છે. ગેમ રમતી વખતે તેઓ યુવાનો સાથે મિત્રતા કેળવે છે અને ત્યારબાદ ખાનગી ચેટમાં તેમનું ધીમે-ધીમે બ્રેઈનવોશ કરવાનું શરૂ કરે છે.

ધાર્મિક કટ્ટરતા: ગેમમાં જીતવાના બહાને વાતચીત શરૂ કરી ધીમે-ધીમે ધાર્મિક કટ્ટરતા તરફ વાળવામાં આવે છે.

 હથિયારોની ટ્રેનિંગ: વર્ચ્યુઅલ ગેમમાં ગન ચલાવવાની ટ્રેનિંગ આપીને તેમને અસલી હથિયારો તરફ આકર્ષવામાં આવે છે.

 ગોપનીયતા: ગેમિંગ એપ્સના એન્ક્રિપ્ટેડ ચેટ ફીચરનો ઉપયોગ કરીને એજન્સીઓની નજરથી બચી શકાય છે, જેનો આતંકીઓ પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ વાલીઓને અપીલ કરી છે કે જો તેમનું સંતાન અજાણ્યા લોકો સાથે લાંબો સમય ગેમ રમતું હોય અથવા રહસ્યમય વાતો કરતું હોય, તો તાત્કાલિક સાવધ થઈ જવું. સાયબર ક્રાઈમ બ્રાન્ચ હવે આ પ્રકારના શંકાસ્પદ ગેમિંગ આઈડી (ID) પર ચાંપતી નજર રાખી રહી છે.

 

(5:43 PM IST)