તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે લોહિયાળ જંગ: ઈદની ઉજવણી બાદ ફરી ભડકી હિંસા: તોપમારો અને ગોળીબારમાં અનેક જાનહાનિ
દુશ્મન દેશો વચ્ચે આરપારની લડાઈ: ડ્યુરન્ડ લાઈન પર તાલિબાન અને પાક. સૈન્ય આમને-સામને, રહેણાંક વિસ્તારોમાં ગોળા પડતા નિર્દોષ નાગરિકોના મોત:સરહદી ચોકીઓ પર કબજો જમાવવા બંને પક્ષે ભારે જહેમત અને મિસાઈલ હુમલા

નવી દિલ્હી: ઈદના પવિત્ર તહેવાર બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. છેલ્લા ૨૪ કલાકથી બંને દેશોની સરહદ (ડ્યુરન્ડ લાઈન) પર ભારે તોપમારો અને મશીનગનથી ગોળીબાર ચાલુ છે, જેમાં અનેક સૈનિકો અને સામાન્ય નાગરિકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને આર્થિક પાયમાલીનો સામનો કરી રહેલા પાકિસ્તાન વચ્ચે સીમા વિવાદે હવે હિંસક વળાંક લીધો છે. પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનના સરહદી ગામો પર કરવામાં આવેલા હુમલાના વળતા જવાબમાં તાલિબાની લડાકુઓએ પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી છે. આ જંગને કારણે સરહદ પરના હજારો પરિવારોએ હિજરત કરવી પડી છે. ઈસ્લામાબાદમાં બેઠેલા શાસકો અને કાબુલના તાલિબાન નેતાઓ વચ્ચેના સંબંધો હવે તળીયે પહોંચ્યા છે, જેના કારણે દક્ષિણ એશિયાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાની સેનાએ આ મામલે મૌન સેવ્યું છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અફઘાન દળોએ પહેલા ગોળીબાર કરીને ઉશ્કેરણી કરી હતી. નોંધનીય છે કે સાઉદી અરેબિયા, તૂર્કિયે અને કતારની મધ્યસ્થીથી માંડ એક અઠવાડિયા પહેલા બંને દેશો શાંતિ માટે સહમત થયા હતા, પરંતુ આ સમજૂતી લાંબી ટકી શકી નથી.
સરહદી તણાવની સાથે સાથે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પણ પાકિસ્તાનની અંદર ફરી હુમલા શરૂ કરવાની જાહેરાત કરી છે. TTPએ અફઘાન તાલિબાનનું સહયોગી સંગઠન માનવામાં આવે છે. પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે અફઘાનિસ્તાન TTPના આતંકીઓને આશ્રય આપી રહ્યું છે, જેનો ઉપયોગ પાકિસ્તાન સામે કરવામાં આવે છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
