<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

અંતરિક્ષ વિજ્ઞાનમાં નાસાનો માસ્ટર સ્ટ્રોક: ચંદ્રની ધરતી પર ૨૦ બિલિયન ડોલરના ખર્ચે બનશે કાયમી બેઝ, માનવી હવે ત્યાં જ વસવાટ કરશે

ચંદ્ર પર ઘર બનાવવાનું સપનું હવે હકીકત: નાસાના 'આર્ટેમિસ' મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભવ્ય બેઝ કેમ્પનું નિર્માણ, અબજો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક લેબ અને રહેણાંક સુવિધાઓ ઊભી કરાશે, મંગળ ગ્રહ પર જવા માટે ચંદ્ર બનશે 'ગેટવે':ચીન-રશિયાને પાછળ છોડી અમેરિકાએ અવકાશમાં પોતાની ધાક જમાવી

નવી દિલ્હી : અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) એ ચંદ્ર પર માનવ વસવાટ માટે અત્યાર સુધીનો સૌથી મોટો અને ખર્ચાળ પ્લાન જાહેર કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. નાસા ૨૦ બિલિયન ડોલર (અંદાજે ૧.૬ લાખ કરોડ રૂપિયા) થી વધુના ખર્ચે ચંદ્રની સપાટી પર એક કાયમી બેઝ કેમ્પ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર, જ્યાં પાણી હોવાની પૂરેપૂરી શક્યતા છે, ત્યાં વૈજ્ઞાનિકો માટે રહેવાની વ્યવસ્થા, રિસર્ચ લેબોરેટરી અને એનર્જી પ્લાન્ટ બનાવવામાં આવશે. નાસાના એડમિનિસ્ટ્રેટરના જણાવ્યા મુજબ, આ બેઝ કેમ્પ માત્ર ચંદ્રના અભ્યાસ માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં મંગળ ગ્રહ પર મોકલવામાં આવનારા માનવ મિશન માટે એક મહત્વપૂર્ણ લોન્ચિંગ પેડ તરીકે પણ કામ કરશે. આ પ્રોજેક્ટમાં રોબોટિક આર્મ્સ, રોવર્સ અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. નાસાની આ જાહેરાત બાદ અવકાશમાં 'સ્પેસ રેસ' ફરીથી તેજ બની છે.

• પ્રથમ તબક્કામાં કોમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમ્સ સેટ કરવામાં આવશે, સાથે જ રોબોટિક લેન્ડર્સ અને વાહનો મોકલવામાં આવશે.

• બીજા તબક્કામાં અંતરિક્ષયાત્રીઓની નિયમિત હાજરી શરૂ કરવામાં આવશે, જેથી લાંબા સમય સુધી માનવ હાજરી માટે રસ્તો તૈયાર થઈ શકે.

• અંતિમ તબક્કામાં ભારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોકલીને ચંદ્ર પર કાયમી બેઝ બનાવવામાં આવશે.

નવા લુનાર બેઝ પ્લાનને ધ્યાનમાં રાખીને NASAએ તેના Gateway પ્રોજેક્ટને હાલ માટે રોકી દીધો છે. Gateway મૂળ ચંદ્રની આસપાસ ફરતો સ્પેસ સ્ટેશન બનાવવાનો પ્રોજેક્ટ હતો. હવે NASA તેની જગ્યાએ ચંદ્રની સપાટી પર સતત કામગીરી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરશે. Gateway માટે તૈયાર કરાયેલા કેટલાક સાધનોને હવે નવા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવશે.

આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેની ચોક્કસ ટાઇમલાઇન હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે જેરેડ આઇઝેકમેને જણાવ્યું કે આગામી સાત વર્ષમાં લગભગ $20 બિલિયનનું રોકાણ કરવામાં આવશે અને અનેક મિશન્સ દ્વારા આ બેઝ તૈયાર કરવામાં આવશે. ચંદ્ર પર બેઝ બનાવવું સરળ નથી. તાપમાન, સ્પેસ રેડિએશન, ઓછી ગ્રેવિટીથી માનવ શરીર પર પડતા પ્રભાવ અને માઇક્રોમીટિયોરાઇટ્સ જેવા પડકારોનો સામનો કરવો પડશે અને એમ છતાં કંઈ નિષ્ફળ થયું તો ઘણાં ગંભીર પરિણામ આવી શકે છે.

 

 

(5:07 PM IST)