તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
વિશ્વભરમાં ઈંધણનો ભડકો: ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં ૮૧ ટકાનો તોતિંગ વધારો:અમેરિકા-કેનેડામાં પણ જનતા મોંઘવારીથી ત્રાહિમામ
ગ્લોબલ ફ્યુઅલ ક્રાઈસીસથી હાહાકાર: રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયેલના તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલ પર:ફિલિપાઈન્સમાં ડીઝલ પહોંચ્યું આસમાને તો પશ્ચિમી દેશોમાં પેટ્રોલના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ:પરિવહન મોંઘું થતા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાની દહેશત:વિશ્વના અર્થતંત્ર પર ઈંધણ સંકટના કાળા વાદળો

નવી દિલ્હી:વિશ્વભરમાં અત્યારે ઈંધણના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં મોટું આર્થિક સંકટ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં અધધ ૮૧ ટકાનો વધારો થતા ત્યાંના વાહનચાલકો અને જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માત્ર એશિયા જ નહીં, પણ સમૃદ્ધ ગણાતા અમેરિકા અને કેનેડામાં પણ ગેસોલિન અને ડીઝલના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થતા વધારાને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં મોંઘવારીનોડોરડો વધ્યો છે. ઈંધણ મોંઘું થતા માલ-સામાનના પરિવહન ખર્ચમાં સીધો વધારો થયો છે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. વિશ્વભરની સરકારો અત્યારે ઈંધણની અછત અને ભાવવધારાને કાબૂમાં લેવા મથામણ કરી રહી છે, પરંતુ ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
વૈશ્વિક ઈંધણ સંકટ સતત વધી રહ્યું છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી તેલ બજારોમાં ઉથલપાથલ ઓછું થવાનું નામ નથી લઈ રહી. ક્રૂડની કિંમતમાં સોમવારે ફરી એકવાર અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને Brent Crude Price 116 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. સતત ક્રૂડના ભાવમાં વધારાની અસર ઘણા દેશોમાં જોવા મળી છે અને પેટ્રોલના ભાવ વધવાની સાથે ડીઝલની કિંમતોમાં તો 81% સુધીની વૃદ્ધિ થઈ છે.અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર પહેલીવાર ગત 28 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં ઈરાને પણ જોરદાર મિસાઈલ એટેક કર્યા અને યુદ્ધ વધતું ગયું, જે અત્યાર સુધી ચાલુ છે. આ યુદ્ધમાં હોર્મુઝ બંધ થવા અને તેલના ટેન્કરો પર એટેકને કારણે કાચા તેલની કિંમતોમાં ઝડપથી વધારો થયો અને ક્રૂડ ઓઈલની કિંમત આસમાને પહોંચી ગઈ. ખરેખર પેટ્રોલ અને ડીઝલ કાચા તેલમાંથી રિફાઈન થાય છે, એવામાં ક્રૂડ મોંઘું થવાને કારણે ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં ભારે વધારો થયો છે અને તેના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
