તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
માનવ લાળમાં છુપાયેલું કુદરતી અમૃત: મોર્ફિન કરતા પણ ૬ ગણું શક્તિશાળી પેનકિલર મળી આવ્યું: વિજ્ઞાનીઓ પણ સ્તબ્ધ
'ઓપિયોર્ફિન' (Opiorphin) નામે કુદરતી પેઈન રિલીવરનો વિજ્ઞાનમાં ધડાકો: ભયાનક દર્દમાં રાહત આપતા મોર્ફિન કરતા અનેકગણું પ્રભાવી છતાં શરીર માટે સુરક્ષિત: લાળમાં રહેલા આ તત્વથી આડઅસર વગર દુખાવાનો ઈલાજ શક્ય: ફ્રાન્સના સંશોધકોએ ઉંદર પર કરેલા પ્રયોગમાં મળી મોટી સફળતા: મેડિકલ ક્ષેત્રે પેનકિલરની દુનિયામાં આવશે નવો વળાંક

નવી દિલ્હી: માનવ શરીર પોતે જ એક મોટી પ્રયોગશાળા છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. ફ્રાન્સની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ માનવ લાળમાં એક એવું તત્વ શોધી કાઢ્યું છે જે દુનિયાના સૌથી શક્તિશાળી ગણાતા પેનકિલર 'મોર્ફિન' કરતા પણ ૬ ગણું વધુ અસરકારક છે. વિજ્ઞાનીઓએ આ કુદરતી તત્વને 'ઓપિયોર્ફિન' નામ આપ્યું છે. અત્યાર સુધી ગંભીર દર્દમાં મોર્ફિનનો ઉપયોગ થતો હતો, પરંતુ તેની આદત પડી જવી (Addiction) અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર આડઅસરો થતી હતી. તેની સામે લાળમાં મળેલું આ ઓપિયોર્ફિન અત્યંત સુરક્ષિત છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી. સંશોધકોના મતે, આ શોધ ભવિષ્યમાં ઓપરેશન કે કેન્સર જેવા અસહ્ય દુખાવામાં રાહત આપવા માટેની દવા બનાવવામાં ક્રાંતિ લાવી શકે છે. ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં આ તત્વએ જાદુઈ અસર બતાવી છે, જે હવે માનવ સારવાર માટે નવો આશાવાદ જન્માવી રહી છે.
ઓપિયોર્ફિન એક એવું કેમિકલ છે જે આપણી લાળમાં પહેલેથી હોય છે. દિમાગમાં આવેલા ઓપિયોઇડ રિસેપ્ટર્સ સાથે સીધી રીતે નથી જોડાતું. મોર્ફિન અથવા તો અન્ય દવા દુખાવામાં એની સાથે સીધી રીતે અસર કરે છે. જોકે ઓપિયોર્ફિન આપણાં શરીરમાં દુખાવાને દૂર કરતાં કેમિકલ એટલે કે એન્કેફેલિન્સને પ્રોટેક્ટ કરે છે. આ એન્કેફેલિન્સ સીધા શરીરમાં બને છે અને દુખાવાને ઓછું કરવાનું કામ કરે છે. જોકે સામાન્ય રીતે એ જલદી તૂટી જાય છે. આથી ઓપિયોર્ફિન એને તૂટતા અટકાવે છે અને એથી જ એ વધુ સમય સુધી દુખાવાને સરળતાથી દૂર કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એનાથી શરીર વધુ સારી રીતે મજબૂત અને સ્વસ્થ બને છે કારણ કે એ માટે બહારથી કોઈ કેમિકલને શરીરમાં દાખલ નથી કરવું પડતું.
વૈજ્ઞાનિકોને સૌથી આશ્ચર્યમાં પાડનારી વાત એ છે કે આ મોર્ફિન કરતાં છ ગણું શક્તિશાળી છે અને એમ છતાં એ સુરક્ષિત છે. એનો ઉપયોગ કરવાથી કોઈને પણ આડઅસર નથી થતી. મોટાભાગની ઓપિયોઇડ દવા સીધી દિમાગ પર અસર કરે છે. આ દવાને કારણે એનો નશો પણ થઈ જાય છે અને લોકોને એની આદત પડી શકે છે. આ સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. ઓપિયોર્ફિન એનાથી એકદમ અલગ છે. એ શરીરમાં રહેલાં કેમિકલને લાંબા સમય સુધી કામ કરવા માટેની શક્તિ આપે છે. આથી એનાથી કોઈ પણ વ્યક્તિને નશો નથી થતો. વૈજ્ઞાનિકો એને સૌથી સુરક્ષિત અને નશા વગરની દુખાવો દૂર કરવાના રૂપમાં જોઈ રહ્યાં છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
