<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઈઝરાયલનો પેલેસ્ટિનિયન આતંકવાદ સામે 'કાળકાયદો': હવે આરોપીઓને સીધી ફાંસીની સજા: ૯૦ દિવસમાં જ ખેલ ખતમ

મોતના સોદાગરો માટે ડેડલાઈન ફિક્સ: ઈઝરાયલની સંસદમાં ઐતિહાસિક અને આક્રમક બિલ પસાર:પેલેસ્ટિનિયન હુમલાખોરોને જીવતા રાખવાનો ખર્ચ બંધ:નવો કાયદો આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ:માનવાધિકાર સંગઠનોમાં ફફડાટ અને હમાસમાં ભારે રોષ: 'આંખના બદલે આંખ'ની નીતિ સાથે નેતન્યાહુ સરકારનો મોટો હુમલો: મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધના ભણકારા

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે ઈઝરાયલે એક એવો નિર્ણય લીધો છે જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઈઝરાયલ સરકાર દ્વારા નવો કડક કાયદો લાવવામાં આવ્યો છે, જે મુજબ હવે પેલેસ્ટિનિયન આરોપીઓ કે જેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે તેમને સીધી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવશે. એટલું જ નહીં, સજા સંભળાવ્યાના માત્ર ૯૦ દિવસની અંદર જ તેમને ફાંસીના માંચડે લટકાવી દેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અત્યાર સુધી ઈઝરાયલમાં મૃત્યુદંડની સજા ખૂબ જ દુર્લભ હતી, પરંતુ સતત વધી રહેલા હુમલાઓ અને આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને નેતન્યાહુ સરકારે આ આકરો નિર્ણય લીધો છે. આ કાયદાને કારણે પેલેસ્ટાઈન અને અન્ય આરબ દેશોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિના નિષ્ણાતો માની રહ્યા છે કે આ પગલાથી આ પ્રદેશમાં હિંસા વધુ ઉગ્ર બની શકે છે.

આ કાયદા હેઠળ ઈઝરાયલના લોકોની હત્યાના દોષિત વેસ્ટ બેંકના પેલેસ્ટિનિયનો માટે મૃત્યુદંડની સજા નક્કી કરવામાં આવી છે. આ કાયદો ઈઝરાયલની અદાલતોને પોતાના નાગરિકોને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા ફટકારવાનો પણ અધિકાર આપે છે. આ કાયદો ભૂતકાળના કેસોને લાગુ પડશે નહીં, પરંતુ ફક્ત ભવિષ્યના કેસો પર જ લાગુ પડશે.

આ બિલ પ્રમાણે કેટલાક ખાસ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા પણ આપવામાં આવી શકે છે. વેસ્ટ બેંકમાં હુમલાના આરોપીઓ પર મિલિટ્રી કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. ઈઝરાલને આ કાયદા અંગે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિરોધનો સામનો કરવો પડી શકે છે.

(5:05 PM IST)