તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 31st March 2026
સોશિયલ મીડિયા પર સરકારની 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક': હવે એડવાઈઝરી નહીં: કાયદાનું પાલન ફરજિયાત: ટેક જાયન્ટ્સની મનમાનીનો અંત
FB, ઈન્સ્ટા, ગૂગલ અને X માટે નવા 'ડેન્જર સિગ્નલ': હવે માત્ર સલાહ નહીં પણ સરકારનો આદેશ માનવો પડશે:કાયદામાં મોટા ફેરફારની તૈયારી:૩ કલાકમાં જ વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની ડેડલાઈન: આદેશ ભંગ કરનાર કંપનીઓ પર કાયદેસરની તલવાર લટકશે:'સેફ હાર્બર' પ્રોટેક્શન છીનવાઈ જવાની ભીતિ: ડીપફેક અને એઆઈ કન્ટેન્ટ પર પણ કડક નજર: સોશિયલ મીડિયા લુખ્ખાઓ અને ભ્રામક પ્રચાર કરનારાઓ માટે હવે જેલના સળિયા તૈયાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લગામ કસવા માટે એક મોટો કાયદાકીય ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી સરકાર દ્વારા આપવામાં આવતી એડવાઈઝરીને ટેક કંપનીઓ ગંભીરતાથી લેતી નહોતી, પરંતુ હવે આ એડવાઈઝરીને 'લીગલી બાઈન્ડિંગ' એટલે કે કાયદેસર રીતે ફરજિયાત બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નવા આઈટી એમેન્ડમેન્ટ રૂલ્સ (IT Rules 2026) મુજબ, જો ફેસબુક, ગૂગલ કે X જેવી કંપનીઓ સરકારના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેમને મળતું કાયદાકીય રક્ષણ (Safe Harbour) પાછું ખેંચી લેવામાં આવશે, જેનો અર્થ એ છે કે યુઝર દ્વારા મુકવામાં આવેલા કોઈ પણ ખોટા કન્ટેન્ટ માટે પ્લેટફોર્મ સીધું જવાબદાર ગણાશે. ખાસ કરીને ડીપફેક, ખોટી માહિતી અને આઈ-જનરેટેડ વિડીયોને રોકવા માટે હવે માત્ર ૩ કલાકની જ ડેડલાઈન આપવામાં આવી છે. સરકારના આ કડક વલણથી સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓમાં હલચલ મચી ગઈ છે. આગામી ૧૪ એપ્રિલ સુધીમાં આ મામલે લોકોના મંતવ્યો મંગાવવામાં આવ્યા છે, ત્યારબાદ આ કાયદો સંપૂર્ણપણે અમલમાં આવી જશે.
અત્યાર સુધી આઈટી મંત્રાલય દ્વારા આપવામાં આવતી સૂચનાઓ માત્ર માર્ગદર્શન (Guidance) તરીકે ગણવામાં આવતી હતી અને તેનું પાલન ન કરવા પર કોઈ સીધી કાનૂની કાર્યવાહી થતી નહોતી. પરંતુ, નવા નિયમો મુજબ જો કોઈ પ્લેટફોર્મ આ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેને મળતું 'સેફ હાર્બર' રક્ષણ પાછું ખેંચી લેવામાં આવશે.
આ એક એવું કાનૂની કવચ છે જે પ્લેટફોર્મ્સને તેમના યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વાંધાજનક કન્ટેન્ટ માટે જવાબદાર ઠેરવતા બચાવે છે. જો આ રક્ષણ છીનવાઈ જાય, તો પ્લેટફોર્મ પર થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કંપની પોતે જવાબદાર ગણાશે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
