તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
ઈરાનનું અમેરિકા પર 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' જેવું આક્રમણ: ગૂગલ-એપલ સહિત ૧૮ દિગ્ગજ કંપનીઓનું 'હિટ લિસ્ટ' જાહેર
વ્હાઈટ હાઉસના પાયા હચમચાવતું તેહરાનનું એલાન: ટેક જાયન્ટ્સથી લઈ સંરક્ષણ કંપનીઓ હવે ઈરાનના નિશાના પર: ૧૮ અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધોનો કોરડો વીંઝાયો: મધ્ય પૂર્વમાં યુદ્ધની ચિનગારી વચ્ચે આર્થિક યુદ્ધના મંડાણ:ઈરાને અમેરિકાની નસ દબાવી:ગૂગલ અને એપલ જેવી વૈશ્વિક કંપનીઓને પણ લપેટામાં લીધી:ઈઝરાયલને મદદ કરવાના આરોપ સાથે ઈરાને 'બ્લેક લિસ્ટ' બનાવ્યું: અમેરિકા અને પશ્ચિમી દેશોમાં ભારે ખળભળાટ:આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ગભરાટના એંધાણ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં સૈન્ય જંગની સાથે હવે ઈરાને અમેરિકા સામે આર્થિક મોરચે પણ મોટું યુદ્ધ છેડ્યું છે. ઈરાન સરકારે સત્તાવાર રીતે ગૂગલ, એપલ અને માઈક્રોસોફ્ટ જેવી ૧૮ જેટલી મોટી અમેરિકન કંપનીઓની યાદી જાહેર કરી છે, જેમને હવે ઈરાને પોતાના 'હિટ લિસ્ટ'માં મૂકી છે. ઈરાનનો આરોપ છે કે આ કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઈઝરાયલના સૈન્ય અભિયાનો અને અમેરિકાની જાસૂસી પ્રવૃત્તિઓમાં મદદ કરી રહી છે. આ જાહેરાત બાદ ઈરાનમાં આ કંપનીઓના સોફ્ટવેર, હાર્ડવેર અને સર્વિસિસ પર કડક પ્રતિબંધો લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. આ હિલચાલને કારણે અમેરિકાની ટેકનિકલ શક્તિને મોટો ફટકો પડી શકે છે. નિષ્ણાતોના મતે, આ માત્ર શરૂઆત છે; જો તણાવ વધશે તો ઈરાન સાયબર હુમલાઓ દ્વારા આ કંપનીઓના ડેટા સેન્ટરોને પણ નિશાન બનાવી શકે છે.
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે આ કંપનીઓના પ્રાદેશિક એકમો પર હુમલો કરવામાં આવી શકે છે. ઇરાને સ્પષ્ટ જણાવ્યું છે કે આ પગલું તેના પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી રહ્યું છે. આમ આ હુમલા ફક્ત લશ્કરી હુમલા પૂરતા જ સીમિત નહી રહે, પરંતુ તે સ્થળોએ પણ હુમલા થશે જે ઇરાન સાથે સંઘર્ષનો હિસ્સો છે.
આઇઆરજીસીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમેરિકા ઇરાન પર હુમલો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કંપનઈઓની મદદ લે છે. હવે જે કંપનીઓની મદદથી અમારે ત્યાં નરસંહાર કરવામાં આવતો હોય તો અમે પછી તે કંપનીઓ પર હુમલો કેમ ન કરીએ. આ કંપનીઓએ ઇરાનમાં થયેલા દરેક હુમલાના જવાબમાં પોતાના પ્રાદેશિક એકમોને ખતમ થયેલા સમજવાની જ આશા રાખવી. આમ અખાતમાં આવેલા આ કંપનીઓના બધા જ પ્રાદેશિક એકમોને અમે ખતમ કરી નાખીશું.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
