<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

પરમાણુ જંગના ભણકારા: ઈરાનનું 'યુરેનિયમ' કબજે કરવા જતાં અમેરિકાના હાથ દાઝશે:વ્હાઈટ હાઉસ માટે અત્યંત જોખમી ખેલ

મોતના જડબામાં હાથ નાખવા જેવું સાહસ: ઈરાન પાસે રહેલો સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો પડાવવો એટલે ત્રીજા વિશ્વયુદ્ધને ખુલ્લું આમંત્રણ: ટ્રમ્પ વહીવટીતંત્રની રણનીતિ સામે તેહરાનની ખુલ્લી ચેતવણી:જો યુરેનિયમને અડકશો તો આખી દુનિયા પરમાણુ રાખમાં ફેરવાઈ જશે

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અત્યારે સૌથી મોટો વિવાદ ઈરાનના સમૃદ્ધ યુરેનિયમના જથ્થાને લઈને છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે ઈરાને એટલી હદે યુરેનિયમ શુદ્ધ કરી લીધું છે કે તે ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. આ જથ્થાને નષ્ટ કરવો કે પડાવી લેવો તે અમેરિકા માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ઈરાનના પરમાણુ મથકો અત્યંત સુરક્ષિત અને જમીનથી સેંકડો ફૂટ નીચે આવેલા છે. જો અમેરિકા આ જથ્થો કબજે કરવા માટે સૈન્ય કાર્યવાહી કરે, તો ઈરાન પળવારમાં ઈઝરાયલ અને ખાડી દેશોમાં રહેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ મારો કરી શકે છે. આ સિવાય, યુરેનિયમના જથ્થામાં સહેજ પણ ગરબડ થાય તો મોટા પાયે કિરણોત્સર્ગ ફેલાઈ શકે છે, જે સમગ્ર વિશ્વ માટે પર્યાવરણીય હોનારત નોંતરી શકે છે. આમ, ઈરાનનું યુરેનિયમ અત્યારે અમેરિકા માટે 'ગળે ફસાયેલા હાડકા' જેવું સાબિત થઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) અનુસાર હાલ ઈરાન પાસે ૬૦ ટકા  સમૃદ્ધ યુરેનિયમનો ૪૪૦.૯ કિલોગ્રામનો જથ્થો છે. આ સ્તર શસ્ત્રો સ્તરની શુદ્ધતાની નજીક છે અને સંભવિતપણે દસ પરમાણુ બોમ્બનું ઉત્પાદન શક્ય બનાવી શકે છે એવી નોંધ આઈએઈએ ચીફ રાફેલ ગ્રોસીએ કરી છે. જો કે ઈરાન સતત પોતાનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હોવાનો  દાવો કરી રહ્યું છે, છતાં પશ્ચિમી રાષ્ટ્રો લાંબા સમયથી તેની અગાઉની શસ્ત્ર સંબંધિત ગતિવિધિથી ચિંતિત રહ્યા છે.ઉપરાંત સમૃદ્ધ યુરેનિયમના ચોક્કસ સ્થળનું ટ્રેકિંગ પણ મુશ્કેલ રહ્યું છે. ૨૦૨૫ના મધ્યથી આઈએઈએ  નિરીક્ષકો ઈરાનના માળખાને નબળો કરી દેનારા લશ્કરી હુમલાને કારણે શસ્ત્રોના જથ્થાની ચકાસણી નથી કરી શક્યું. એવું માનવામાં આવે છે કે યુરેનિયમ ઈસફાહાન, નાતાન્ઝ અને ફોર્ડો સુવિધાઓ સહિત બહુવિધ સ્થળોએ સંગ્રહ કરવામાં આવ્યું છે. આ સામગ્રી શોધી કાઢવામાં અમેરિકી ગુપ્તચર એજન્સી આત્મવિશ્વાસ ધરાવતી હોવા છતાં વધારાનો અનામન જથ્થો છુપાયેલો હોવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

(5:36 PM IST)