<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

વિશ્વની સૌથી મોંઘી ચા એક કિલોના ૯ કરોડ રૂપિયા

દા-હોંગ પાઓ નામની વિશ્વની આ સૌથી મોંઘી ચા

બીજીંગ,તા.૦૩: ચીનમાં એક એવી ચા છે જેની કિમત અધધધ છે. દા-હોંગ પાઓ નામની વિશ્વની આ સૌથી મોંઘી ચા છે જેની કિમત ૯ કરોડ રૂપિયા છે. યસ, એક કિલો ચાનો ભાવ ૯ કરોડ રૂપિયા છે. એને કારણે આ ચા ગ્રામમાં નહીં પરંતુ તોલામાં વેચાય છે. તાજેતરમાં બે તોલા દાહોંગ પાઓ ચા ૨૬ લાખ રૂપિયામાં વેચાઈ હતી. એ ચીનના ફુજિયાન પ્રાંતના વુઈયી નામની પહાડીઓમાં ઊગે છે. આ પહાડી પથરાળ છે અને અહીં ઊગતી ચાનો સ્‍વાદ ઘણો અલગ હોવાથી એને રોક ટી પણ કહેવામાં આવે છે. આ ચા મોંઘી હોવાનું કારણ એની દુર્લભતા પણ છે. આ ચા ખૂબ જૂજ એવા પૌરાણિક મધર પ્‍લાન્‍ટમાંથી જ મળે છે. આ પ્‍લાન્‍ટ લગભગ ૩૦૦થી ૫૦૦ વર્ષ જૂના છે. ૨૦૦૫થી આ પ્‍લાન્‍ટની પત્તીઓને તોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્‍યો છે. છેલ્‍લે જે પત્તીઓ આ પ્‍લાન્‍ટ પરથી તૂટીને પડી હતી એ ૨૦ ગ્રામના ૨૬ લાખ રૂપિયાના ભાવે વેચાઈ હતી. આ ચાનો એક કપ લગભગ ૨૦૦૦થી ૨૪૦૦ રૂપિયાનો પડે છે. આ ચામાં હલકી ઑર્કિડ જેવી મહેક આવે છે અને એ કડવી નહીં પણ સ્‍વીટ સ્‍વાદની છે. આ ચા તૈયાર કરવાની પ્રોસેસ પણ ખાસ છે. એની પત્તીઓ તોડીને સૂકવીને ભૂંજીને તૈયાર કરવામાં આવે છે. અસલી ચા ૩૦૦ વર્ષથી જૂના ૬ પ્‍લાન્‍ટ પરથી જ મળે છે.

(3:29 PM IST)