<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

કૂતરાને ભણાવવા માટે દર મહિને ૧.૬ લાખ રૂપિયા ખર્ચે છે

ડોગીને બેસિક મેનર્સ, શિષ્ટતા અને સાચો વ્‍યવહાર કરતાં શીખવવા માટે આ ટ્રેઇનિંગ સ્‍કૂલમાં મોકલવાનું શરૂ કર્યું

બીજીંગ,તા.૦૩: ચીનમાં ટાઓટાઓ નામનાં એક બહેન પોતાના ડોગીને ભણાવવા માટે દર મહિને ૧.૬ લાખ રૂપિયા ખર્ચી રહ્યાં છે. ઑફિસની વ્‍યસ્‍તતા વચ્‍ચે ટાઓટાઓ પોતાના પાળતુ ડોગીને ડોગ સ્‍કૂલ એટલે કે કિડરગાર્ટનમાં મોકલી રહી છે. તેણે પોતાના ડોગીને બેસિક મેનર્સ, શિષ્ટતા અને સાચો વ્‍યવહાર કરતાં શીખવવા માટે આ ટ્રેઇનિગ સ્‍કૂલમાં મોકલવાનું શરૂ કર્યું છે. આ એવી સ્‍કૂલ છે જ્‍યાં ઍડ્‍મિશન પહેલાં કૂતરાની પર્સનાલિટી ટેસ્‍ટ પણ લેવાય છે. એને ગમે ત્‍યારે ભસવાનું નહીં એની, ગુસ્‍સો કાબૂમાં રાખવાની અને માલિકના આદેશો મુજબ વર્તવાની બિહેવિયર ટ્રેઇનિગ આપવામાં આવે છે. આ સ્‍કૂલ ડોગને ઘરેથી પિક-અપ કરી જાય છે અને સ્‍કૂલ પત્‍યા પછી પાછો ઘરે પણ છોડી જાય છે. દરેક ડોગના સ્‍વભાવ મુજબ ટ્રેઇનિગ આપવામાં આવતી હોવાથી એ સામાન્‍ય ટ્રેઇનિગ કરતાં અલગ છે. જોકે આ માટે ટાઓટાઓ બહેન મહિને ૧.૬ લાખ રૂપિયા ખર્ચે છે.

(3:30 PM IST)