<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અમેરિકન ડ્રીમમાં 'ભંગાણ': યુએસમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો ધરખમ ઘટાડો, વિદેશ જવાનો ક્રેઝ ઘટ્યો?

ડોલરના દેશમાં ભણતર હવે મોંઘું કે અસુરક્ષિત? ૬.૯ ટકા વિદ્યાર્થીઓએ અમેરિકાને બદલે અન્ય દેશોની વાટ પકડી: શિક્ષણ જગતમાં ખળભળાટ:શું વિઝાના કડક નિયમો અને મોંઘી ફી નડી ગઈ? ભારતીય વિદ્યાર્થીઓમાં પણ અમેરિકા પ્રત્યે અરુચિ વધી રહી છે? યુકે, કેનેડા કે ઓસ્ટ્રેલિયા હવે વિદ્યાર્થીઓની પહેલી પસંદ

નવી દિલ્હી: દુનિયાભરના વિદ્યાર્થીઓ માટે એક સમયે જે દેશ શિક્ષણનું મક્કા ગણાતું હતું, તે અમેરિકામાં હવે વિદેશી વિદ્યાર્થીઓના આગમનમાં ઓટ જોવા મળી રહી છે. તાજેતરના રિપોર્ટ મુજબ, અમેરિકામાં અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ રહેઠાણનો તોતિંગ ખર્ચ, ટ્યુશન ફીમાં વધારો અને ભણ્યા પછી નોકરી મેળવવાની અનિશ્ચિતતા જવાબદાર હોવાનું મનાય છે. ખાસ કરીને ભારતીય અને ચીની વિદ્યાર્થીઓ, જેઓ અમેરિકન શિક્ષણ વ્યવસ્થાનો મુખ્ય આધાર છે, તેઓ હવે અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડ જો ચાલુ રહેશે તો અમેરિકાની અર્થવ્યવસ્થા અને તેની યુનિવર્સિટીઓની આવક પર માઠી અસર પડી શકે છે.

યુએસમાં એડમિશન મેળવનારાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે કે કેમ તેવા સવાલના જવાબમાં રાજ્યસભામાં વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કિર્તી વર્ધન સિંહે લેખિત જવાબમાં વિગતો આપી જણાવ્યું હતું કે યુએસમાં એડમિશન મેળવનારાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. 

વિદેશ પ્રધાન કિર્તી વર્ધને યુએસ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના મેપિંગ ટૂલ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સિસ્ટમ-એસઇવીઆઇએસ-સેવિસ-ને ટાંકીને રાજ્યસભામાં જણાવ્યું હતું કે સમગ્રપણે યુએસની શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મેળવનારાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬.૯ ટકાનો ઘટાડો થયો છે. આ વિદ્યાર્થીઓ  પ્રાયમરી, સેકન્ડરી, અન્ય વ્યવસાયલક્ષી સ્કૂલ્સ, લેંગ્વેજ ટ્રેનિંગ, ફલાઇટ સ્કૂલ, એસોસિએટ, બેચલર્સ, માસ્ટર્સ, ડોકટેરેટ અને અન્ય શૈક્ષણિક કોર્સ શીખવતી સંસ્થાઓમાં ભણી રહ્યાં છે. 

(6:49 PM IST)