<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અંતરિક્ષમાં નાસાનો વિજયધ્વજ: ઓરાયન અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત: માનવજાતનું ચંદ્ર તરફ વધુ એક ડગલું

બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા મહારાક્ષસી રોકેટની ગર્જના: ઓરાયન યાન આકાશને ચીરીને ઓર્બિટમાં પહોંચતા જ વૈજ્ઞાનિકોમાં ખુશીની લહેર: શું હવે મંગળ અને ચંદ્ર પર માનવીનું રાજ હશે? પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થિર થઈને હવે ચંદ્રની વાટ પકડશે:સેકન્ડોમાં હજારો કિલોમીટરની ઝડપે અંતર કાપતી અદભૂત ટેકનોલોજી

નવી દિલ્હી: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આજે ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. નાસાનું અત્યંત શક્તિશાળી ઓરાયન (Orion) અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. ફ્લોરિડાના લોન્ચિંગ પેડ પરથી ઉડાન ભર્યા બાદ ગણતરીની મિનિટોમાં આયાને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ઓળંગીને પોતાની નિયત ભ્રમણકક્ષામાં સ્થાન જમાવી લીધું છે. આ મિશનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં માનવીને ફરીથી ચંદ્ર પર મોકલવાનો અને ત્યાં કાયમી મથક બનાવવાનો છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહીને આ યાનના તમામ ઉપકરણો અને સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તે ચંદ્રની લાંબી સફર પર રવાના થશે. વૈજ્ઞાનિકોના મતે આ સફળતા આવનારા દાયકાઓમાં મંગળ મિશન માટે પાયાનો પથ્થર સાબિત થશે.

રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ(ત્રણેય નાસાનાં), જેરેમી હેન્સન(કેનેડા) એમ ચાર અવકાશયાત્રીઓ સાથેનું ઓરાયન અવકાશયન જોકે  ચંદ્રની ધરતી પર ઉતરવાનું નથી પણ ચંદ્રથી ૭,૬૦૦ કિલોમીટરના દૂરના અંતરે જવાનું છે. ત્યારબાદ પૃથ્વી પર પાછું ફરીને પેસિફિક મહાસાગરમાં સફળ રીતે ઉતરશે.  

નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ અમારું ઓરાયન અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઇને  ચંદ્ર ફરતેની યાત્રાએ રવાના થયું છે. હાલ ઓરાયન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પણ સહીસલામત રીતે પહોંચી ગયું  છે. અર્ટિમસ -૨ મિશનના કમાન્ડર રીડ વાઇઝમેને તેના સાથી અવકાશયાત્રીઓ સમક્ષ ખુશર વ્યક્ત કરતાં કહ્યું હતું, લેટ અસ ગો ટુ મૂન(ચાલો, આપણે ચંદ્ર તરફ જઇએ).  

(6:51 PM IST)