તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
ઈરાનનો આકાશમાં 'કાળ' જેવો પ્રહાર: અમેરિકા-ઈઝરાયલના હાઈટેક જેટ અને ડ્રોનનો કચ્ચરઘાણ, ઈરાનનું આ અચૂક હથિયાર દુનિયા માટે બન્યું રહસ્ય
સુપરપાવર અમેરિકાના ઘમંડના લીરેલીરા: આકાશને ચીરીને આવતા ઈઝરાયલી ડ્રોન સેકન્ડોમાં રાખના ઢગલા, ઈરાનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો 'ખૌફ'! શું આ રશિયાની મદદ છે કે ઈરાનની પોતાની સ્વદેશી તાકાત? અરબ સાગરથી લઈને તેહરાન સુધી આભમાં આગના ગોટા, એક પછી એક અદભૂત શિકાર જોઈ દુનિયા સ્તબ્ધ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકા અને ઈઝરાયલના અનેક અત્યાધુનિક ડ્રોન અને લડાયક વિમાનોને આકાશમાં જ ધ્વસ્ત કરી દીધા છે. ઈરાનની આ સફળતા પાછળ તેની ગુપ્ત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને લાંબી રેન્જના અચૂક હથિયારો હોવાનું માનવામાં આવે છે. આ હથિયાર એટલું ઘાતક છે કે રડારમાં પકડાયા વગર આવતા સ્ટીલ્થ ડ્રોનને પણ તે સચોટ રીતે નિશાન બનાવી રહ્યું છે. આ અચૂક હથિયારના કારણે હવે અમેરિકી સેનામાં પણ ચિંતા ફેલાઈ છે. શું આ હથિયાર 'ખૈબર શિકન' મિસાઈલ છે કે પછી કોઈ નવી ટેકનોલોજી? તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પર કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ ઇન્વેઝન(જમીની આક્રમણ) થશે, ખાસ કરીને તેના કોઈ ટાપુ કે જમીન પર કબજો કરવાનો પ્રયાસ થશે, તો તે હુમલો જે દેશની ધરતી પરથી કરવામાં આવશે તેને સીધો દુશ્મન માનશે. મિડલ ઈસ્ટના મીડિયા અહેવાલ મુજબ, ઈરાને UAEને સંકેત આપ્યો છે કે જો તેના માધ્યમથી કોઈ જમીની હુમલો શરૂ થશે, તો ઈરાનનો જવાબ માત્ર સૈન્ય મથકો સુધી સીમિત નહીં રહે, પરંતુ સરકારી સંસ્થાઓ, આર્થિક માળખા અને વ્યાવસાયિક પ્રોજેક્ટ્સને પણ નિશાન બનાવવામાં આવશે. અત્યાર સુધી ઈરાન ખાડી દેશોને સીધા નિશાન બનાવવાનું ટાળતું હતું, પરંતુ હવે આ 'સંયમ' ખતમ થઈ શકે છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
