તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
અમેરિકાના રાજકારણમાં 'ધડાકો': ટ્રમ્પની જીભ લપસી ને ખુરશી ડગમગી? ગુસ્સામાં બોલાયેલા અપશબ્દો જ હવે 'કાળ' બનશે
ટ્રમ્પે પોતાના જ પગ પર કુહાડી મારી? વિશિષ્ટ નિયમ હેઠળ રાષ્ટ્રપતિ પદનું સપનું રોળાઈ શકે, ૫ ખુંખાર સાંસદો મેદાને પડ્યા! શું આ વખતે ડોનાલ્ડને કોઈ બચાવી શકશે?

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે. ગુસ્સામાં આવીને બોલાયેલા કેટલાક અપશબ્દો અને અમર્યાદિત ટિપ્પણીઓ હવે તેમના રાજકીય ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકી શકે છે. બંધારણીય નિયમોના ઉલ્લંઘન હેઠળ તેમની ખુરશી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ તકનો લાભ લેવા વિરોધી છાવણીના ૫ દિગ્ગજ સાંસદો મેદાને પડ્યા છે અને ટ્રમ્પને ગેરલાયક ઠેરવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શું ટ્રમ્પની આ 'જુબાન' જ તેમને વ્હાઈટ હાઉસથી દૂર રાખશે? અમેરિકાના ઈતિહાસમાં આ એક મોટું વળાંક સાબિત થઈ શકે છે.
અમેરિકન બંધારણનો 25મો સુધારો પ્રમુખને પદ પરથી હટાવવા અથવા તેમના મૃત્યુ કે અસમર્થતાની સ્થિતિમાં આગળની કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપે છે. આ કાયદા મુજબ, જો પ્રમુખને હટાવવામાં આવે તો બાકીના સમયગાળા માટે ઉપરાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળે છે. આ પ્રક્રિયા શરૂ કરવા માટે સૌથી પહેલા કેબિનેટે પ્રસ્તાવ લાવવો પડે છે. જો પ્રમુખ આ પ્રસ્તાવનો વિરોધ કરે, તો મામલો સંસદમાં જાય છે. જો સીનેટ અને કોંગ્રેસના 2/3 સભ્યો આ પ્રસ્તાવને મંજૂરી આપી દે, તો પ્રમુખે ફરજિયાતપણે પોતાની ખુરશી છોડવી પડે છે.
રિપોર્ટ મુજબ, ઈરાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ 3 દિવસની રજા પર ઉતરી ગયા છે. રિપ્રેઝન્ટેટિવ મેલેની સ્ટાન્સબેરીએ આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું છે કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે અને પગલાં લેવાનો આ જ યોગ્ય સમય છે. અમેરિકામાં અત્યારે જે રીતે રાજકીય માહોલ ગરમાયો છે તે જોતા ટ્રમ્પ માટે આગામી દિવસો ઘણા પડકારજનક સાબિત થઈ શકે છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
